પાલઘરના વાડામાં ગાદલાના ફૉમ બનાવતી ફૅક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક કામદાર ગંભીર રીતે દાઝી ગયો હતો
પ્રતીકાત્મક તસવીર
પાલઘરના વાડામાં ગાદલાના ફૉમ બનાવતી ફૅક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં એક કામદાર ગંભીર રીતે દાઝી ગયો હતો. રવિવારે વહેલી સવારે ૫.૩૦ વાગ્યે આગ લાગી હતી. જોતજોતાંમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખા પરિસરને ઝપેટમાં લઈ લીધું હતું. આગ એટલી ભીષણ હતી કે એની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી અને આકાશમાં કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. ફાયર-બ્રિગેડના બે ફાયર-ફાઇટરોએ બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઑસ્ટ્રેલિયામાં વાવાઝોડાને કારણે છવાયું લાલ લોહી જેવું તોફાન
ADVERTISEMENT

વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયામાં નરેલે નામના સાઇક્લોનને કારણે ભારે ધૂળની આંધી છવાઈ ગઈ હતી. જોકે કેટલાક વિસ્તારોમાં આયર્ન-રિચ માટી અને ધૂળની ડમરીઓને કારણે એવો માહોલ બન્યો હતો જાણે લોહી જેવી લાલાશ વાતાવરણમાં છવાઈ ગઈ હતી. સોશ્યલ મીડિયામાં કુદરતનો આ નઝારો વાઇરલ થયો હતો. આ આંધીએ જેટલી તબાહી મચાવી હતી એના કરતાં અનેકગણો ડરામણો એનો નઝારો હતો.
