આ એક જ દિવસની હડતાળને કારણે STને ૧૪થી ૧૫ કરોડનું નુકસાન થયું હોવાનું કહેવાય છે.
તસવીર : સૈયદ સમીર અબેદી
આર્થિક બાબતો અને પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ કરવા ગઈ કાલથી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ના રાજ્યભરના કર્મચારીઓ બેમુદત હડતાળ પર ઊતરી જતાં અનેક લોકોએ હેરાન થવું પડ્યું હતું. સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસમાં પ્રવાસ કરવા માગતા લોકોએ અન્ય વિકલ્પ શોધવા પડ્યા હતા અને એ માટે અન્ય વાહનચાલકોએ ઘણી જગ્યાએ વધુ પૈસા પણ ચાર્જ કર્યા હતા.
ST કર્મચારીઓનાં ૧૧ યુનિયનની કૃતિ સમિતિએ આ હડતાળ પાડી છે જેના કારણે રાજ્યના ૨૫૧ ડેપોમાંથી ૫૯ ડેપો પૂર્ણપણે બંધ રહ્યા હતા. એક પણ બસ ત્યાંથી નીકળી નહોતી, જ્યારે ૭૭ ડેપો કેટલેક અંશે બંધ રહ્યા હતા અને ૧૧૫ ડેપોમાં રાબેતા મુજબ કામકાજ ચાલ્યું હતું. દિવસ દરમ્યાન ૨૨,૩૮૯ સર્વિસ સામે ૫૦ ટકા જેટલી ૧૧,૯૪૩ સર્વિસ જ ચાલુ હતી. આ એક જ દિવસની હડતાળને કારણે STને ૧૪થી ૧૫ કરોડનું નુકસાન થયું હોવાનું કહેવાય છે.


