Insurance and Gratuity for Auto Taxi drivers: ગ્રેચ્યુઈટીના લાભ મેળવવા માટે, ટેક્સી અને ઓટો ડ્રાઇવરોને 60 વર્ષની વય સુધી દર વર્ષે 300 રૂપિયા કોર્પોરેશનમાં જમા કરાવવા પડશે.
પ્રતીકાત્મક તસવીર (તસવીર : મિડ-ડે)
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ (Insurance and Gratuity for Auto Taxi drivers) મંગળવારે રાજ્યના ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકો અને માલિકો માટે એક કોપોરેશન બનાવવાની જાહેરાત કરી હતી. આ કોપોરેશન રાજ્યના તમામ રજિસ્ટર્ડ ઓટોરિક્ષા અને ટેક્સી ચાલકો અને માલિકોને ઇન્સ્યોરન્સ અને ગ્રેચ્યુઈટીના વગેરે સેવાનો લાભો આપશે. આજે એક સભાને સંબોધતાં, સીએમ શિંદેએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્રના ઓટોરિક્ષા અને ટેક્સી ચાલક અને માલિક વેલ્ફેર કોર્પોરેશન બનાવવામાં આવશે.
સીએમ શિંદેએ મીડિયાને જણાવતાં કહ્યું કે "આ કોર્પોરેશન રાજ્યના દરેક ઓટોરિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને નાણાકીય સહાય અને ગ્રેચ્યુઈટી (Insurance and Gratuity for Auto Taxi drivers) જેવી સેવાનો આર્થિક લાભ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ લાભ લેવા માટે રાજ્યમાં રજીસ્ટર થયેલા કોર્પોરેશનના દરેક સભ્યોને તેમના વાહનનું અકસ્માત થતાં તેમને 50,000 રૂપિયાની મદદ મળશે. સીએમ શિંદેએ આગળ ઉમેર્યું કે એક વિગતવાર નીતિ જલદી જ તૈયાર કરવામાં આવશે.
ADVERTISEMENT
કોર્પોરેશનમાં રજીસ્ટર થયેલા સભ્યોના બાળકોને શિષ્યવૃત્તિ અને ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છુક લોકોને મદદ પણ સરકાર દ્વારા (Insurance and Gratuity for Auto Taxi drivers) આર્થિક સહાય કરવામાં આવસે. રાજ્ય સરકાર કુશળતા વિકાસ વિભાગ મારફતે પણ સહાય આપશે. આ ઉપરાંત, 60 વર્ષથી વધુની વયના નિવૃત ટેક્સી અને ઓટો ડ્રાઇવરોને ગ્રેચ્યુઈટી મળશે. એક નિધિની રચના કરવામાં આવશે, જેમાં ઉદ્યોગ અને પરિવહન વિભાગો અને સરકારના યોગદાન હશે, એવું સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું.
Mumbai | Maharashtra CM Eknath Shinde says, "We have formed the Rickshaw-Taxi Drivers Owners Welfare Corporation...The welfare board will work for lakhs of taxi drivers. Their families will be covered by insurance...An agreement has been made with Germany to employ the children… pic.twitter.com/eqkMpNUaKA
— ANI (@ANI) June 19, 2024
ગ્રેચ્યુઈટીના લાભ મેળવવા માટે, ટેક્સી અને ઓટો ડ્રાઇવરોને (Insurance and Gratuity for Auto Taxi drivers) 60 વર્ષની વય સુધી દર વર્ષે 300 રૂપિયા કોર્પોરેશનમાં જમા કરાવવા પડશે. રાજ્ય સરકારનો આ નિર્ણય નવો દ્રષ્ટાંત બનાવે છે, કારણ કે અગાઉ કોઈ પણ સરકારએ ટેક્સી અને ઓટો ચાલકો માટે આવો નિર્ણય લીધો નથી. આ સાથે મુખ્ય પ્રધાન શિંદેએ રાજ્યના ઉદ્યોગ વિભાગ દ્વારા સ્વરોજગાર યોજના વિશે પણ વાત કરી. આ યોજનામાં સરકાર દ્વારા 35 ટકા સબસિડી આપવામાં આવે છે.
મુખ્ય પ્રધાન શિંદેએ જર્મનીમાં નોકરીની તકો બાબતે માહિતી આપી હતી. સીએમ શિંદેએ કહ્યું હતું કે જાર્મનીમાં ત્રણ લાખ રૂપિયાના માસિક પગાર સાથે ડ્રાઇવરો (Insurance and Gratuity for Auto Taxi drivers) માટે ચાર લાખ ખાલી જગ્યાઓનો છે. સીએમ શિંદેએ કહ્યું કે ભારે અને પેસેન્જર વાહનો માટે લાયક ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. મહારાષ્ટ્ર સરકાર અને જર્મન સરકાર દ્વારા સાથે મળીને એક સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા સે, જેથી રાજ્યના દરેક વાહન ચાલકો જર્મનીમાં ચાર લાખ નોકરીઓ માટે અરજી કરી શકે છે.

