Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વર્સોવામાં ગુરુતુલ્ય વ્યક્તિએ ૩ વર્ષ સુધી ટીનેજરને પોતાની હવસનો શિકાર બનાવી

વર્સોવામાં ગુરુતુલ્ય વ્યક્તિએ ૩ વર્ષ સુધી ટીનેજરને પોતાની હવસનો શિકાર બનાવી

13 September, 2022 09:52 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યુવતીએ વર્સોવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે તેને ઝડપી લઈ તેની સામે બળાત્કાર સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પિતાના ફ્રેન્ડ અને પોતે જેમને ગુરુતુલ્ય માનતી હતી એ જ વ્યક્તિએ ત્રણ વર્ષ સુધી જાતીય શોષણ કર્યા બાદ આખરે તેનાથી કંટાળી ગયેલી યુવતીએ વર્સોવા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે તેને ઝડપી લઈ તેની સામે બળાત્કાર સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ કેસ વિશે માહિતી આપતાં વર્સોવા પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સિરાજ ઈનામદારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આઇટીની જાણીતી કંપનીમાં કામ કરતા ૫૮ વર્ષના આરોપી યુવતીના પિતાના ​મિત્ર હોવાથી તેમની વચ્ચે ઘરે આવવા-જવાના સંબંધ હતા. ૨૦ વર્ષની યુવતી તેમને ગુરુતુલ્ય ગણતી હતી. જોકે આરોપી સુરેશ અવસ્થી​એ તેને પોતાના કહ્યામાં રાખી હતી અને તેના પર બળાત્કાર કર્યો હતો. યુવતી જ્યારે ૧૭ વર્ષની હતી ત્યારથી આરોપી તેના પર બળાત્કાર કરતો હતો. આરોપી અંધેરીની ન્યુ મ્હાડા કૉલોનીમાં રહે છે અને ટીનેજર સાંતાક્રુઝ રહે છે. આરોપી પોતે પરિણીત છે તથા તેની​ દીકરી એમબીબીએસ છે અને કોકિલાબહેન અંબાણી હૉસ્પિટલમાં કામ કરે છે. આરોપીની હેવાનિયતનો અવારનવાર ભોગ બનતી યુવતીએ અમને ફરિયાદ કરતાં અમે રવિવારે તેની ધરપકડ કરી છે. કોર્ટમાં હાજર કરાતાં કોર્ટે તેને ૧૭ સપ્ટેમ્બર સુધીની  પોલીસ-કસ્ટડી આપી છે. આરોપી પાસે કોઈક ફોટો કે વિડિયો હતો જેના વડે તે યુવતીને બ્લૅકમેઇલ કરતો હતો એ વાતની અમે તપાસ કરી રહ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2022 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK