મુસ્લિમ અને હિન્દુ વસ્તી ધરાવતા સંવેદનશીલ ગણાતા માલેગાંવમાં થયેલા બ્લાસ્ટના કાવતરા પાછળનાં કારણો રજૂ કરતાં અંતિમ દલીલમાં NIAએ જણાવ્યું હતું
પ્રજ્ઞા ઠાકુર
માલેગાંવ બ્લાસ્ટ દુર્ઘટનાનાં ૧૭ વર્ષ પછી આજે નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) આ કેસનો ચુકાદો આપશે. ૨૦૦૮ના સપ્ટેમ્બર મહિનામાં માલેગાંવમાં એક મસ્જિદ નજીક થયેલા બૉમ્બબ્લાસ્ટને કારણે ૬ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને ૧૦૦થી વધુ લોકો આ ઘટનામાં ઘાયલ થયા હતા. આ કેસમાં BJPનાં નેતા અને સંસદસભ્ય પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત જેવાં મોટાં માથાં સંડોવાયેલાં હોવાથી NIAના ચુકાદા પર સૌની નજર રહેશે. મુસ્લિમ અને હિન્દુ વસ્તી ધરાવતા સંવેદનશીલ ગણાતા માલેગાંવમાં થયેલા બ્લાસ્ટના કાવતરા પાછળનાં કારણો રજૂ કરતાં અંતિમ દલીલમાં NIAએ જણાવ્યું હતું કે બ્લાસ્ટ મુસ્લિમ ધર્મના લોકોને ડરાવવા માટે, કોમી રમખાણોને પ્રોત્સાહન આપવા માટે, આવશ્યક સેવાઓ ખોરવાય અને રાજ્યની શાંતિનો ભંગ થાય એ માટે કરવામાં આવ્યો હતો.
આ કેસમાં સંડોવાયેલા અન્ય પાંચ આરોપીઓમાં રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી, સુધાકર ચતુર્વેદી અને સમીર કુલકર્ણી વિરુદ્ધ અનલૉફુલ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ (UAPA) અને ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ટ્રાયલ ચાલી રહી છે તેમ જ તેમને કાયદા અનુરૂપ સજા મળે એ માટેની માગણી થઈ રહી છે.


