આ સમયગાળા અગાઉ નોંધાયેલી જૂની ફરિયાદો સહિત કુલ ૫૨૬૭ ફરિયાદોનું આ ૯ મહિનાના સમયગાળામાં નિવારણ લાવવામાં આવ્યું છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં બિલ્ડિંગના પ્રોજેક્ટ્સમાં થતા વિલંબ અને પ્રોજેક્ટ્સને લગતી ફરિયાદો મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (મહારેરા) સમક્ષ નોંધાવવામાં આવે છે. જુલાઈ મહિના સુધીમાં નોંધાયેલી ૫૨૬૭ ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો છે.
મહારેરાના ચૅરમૅન મનોજ સૈનિકે મહારેરામાં નોંધાયેલી જૂની અને નવી ફરિયાદોની સુનાવણી માટે સ્પેશ્યલ પૉલિસી અમલી બનાવી છે. એ અંતર્ગત ઑક્ટોબર ૨૦૨૪થી જુલાઈ ૨૦૨૫ સુધીમાં મહારેરામાં કુલ ૩૭૪૩ ફરિયાદો નોંધાઈ હતી. આ સમયગાળા અગાઉ નોંધાયેલી જૂની ફરિયાદો સહિત કુલ ૫૨૬૭ ફરિયાદોનું આ ૯ મહિનાના સમયગાળામાં નિવારણ લાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
૨૦૧૭માં મહારેરાની સ્થાપના થઈ ત્યારે નોંધાયેલી ૩૦,૮૩૩ ફરિયાદોમાંથી ૨૩,૬૬૧ ફરિયાદો મહારેરાની સ્થાપના અગાઉની છે જ્યારે ૬,૨૧૮ ફરિયાદો મહારેરાની સ્થાપના પછીની છે. હાલમાં મહારેરામાં ૫૧,૪૮૧ પ્રોજેક્ટ્સ નોંધાવવામાં આવ્યા છે, જેમાંથી ૫૭૯૨ પ્રોજેક્ટ વિરુદ્ધ કાયદાકીય, આર્થિક અને ટેક્નિકલ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.


