Maharashtra Weather: નાગપુર પ્રાદેશિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વિદર્ભ પ્રદેશમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે. 5, 6 અને 7 ડિસેમ્બરે વાદળછાયું આકાશ રહેશે.
વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર
Maharashtra Weather: ચક્રવાત ‘મિચોંગ’ (Cyclone Michaung)ની અસર દક્ષિણના રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં જોવા મળી છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ ચક્રવાતી તોફાનની અસર મહારાષ્ટ્ર (Maharashtra Weather)ના વિદર્ભ ક્ષેત્રમાં પણ જોવા મળશે. નાગપુર પ્રાદેશિક હવામાન વિભાગ અનુસાર વિદર્ભના વિસ્તારોમાં ભારે વરસાદનો માહોલ સર્જાઇ શકે છે. હવામાન વિભાગ તરફથી એમ પણ જણાવાયું હતું કે ચક્રવાત મિચોંગ તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું છે, જેની અસર વિદર્ભ ક્ષેત્રમાં પણ જોવા મળશે.
આગામી બે દિવસ સુધી કેવો રહેશે વરસાદી માહોલ
ADVERTISEMENT
નાગપુર પ્રાદેશિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વિદર્ભ પ્રદેશ (Maharashtra Weather)માં વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5, 6 અને 7 ડિસેમ્બરે વાદળછાયું આકાશ રહેશે અને ભારે વરસાદને કારણે હવામાનમાં પલટો પણ જોવા મળી શકે છે.
ચક્રવાતી વાવાઝોડું મિચોંગ માછલીપટ્ટનમ આંધ્રના પૂર્વ કિનારાને પાર કરશે. જે બાદ તે ઓડિશા થઈને બંગાળ અને બાંગ્લાદેશ તરફ આગળ જશે. આ ચક્રવાત (Cyclone Michaung) મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું નથી, તેથી તેની અસર વધુ જોવા મળશે નહીં. હવામાન (Maharashtra Weather) વિભાગના જણાવ્યા અનુસાર વિદર્ભ પ્રદેશમાં વાદળછાયું રહેશે અને નાગપુરમાં પણ 5થી 7 ડિસેમ્બર દરમિયાન ભારે વરસાદ પડશે.
આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગનમોહન રેડ્ડી પણ વાવાઝોડા (Cyclone Michaung)ને લઈને સતત બેઠકો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બાપટલા કલેક્ટર કચેરીએ સ્થાનિક લોકોની સુરક્ષા અને રાહત કાર્ય માટે તમામ જરૂરી પગલાં લીધા છે. ચક્રવાતના કારણે અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત 24 કલાક સંકલન અને પરિસ્થિતિની દેખરેખ માટે કંટ્રોલ રૂમની સાથે મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવ્યા છે.
હવામાન (Maharashtra Weather) વિભાગના જણાવ્યા અનુસાર 6 અને 7 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન મંગળવારે ગોંદિયામાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ કોટન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટએ સલાહ આપી છે કે ખેડૂતોએ આગામી 2-3 દિવસ માટે જંતુનાશક દવાઓનો છંટકાવ અને ઉભેલા પાકમાં ખાતર આપવાનું મુલતવી રાખવું જોઈએ. ઉપરાંત ઘઉં, સરસવ, અળસી અને શાકભાજીના પાકની સિંચાઈ 2-3 દિવસ માટે મોકૂફ રાખવી જોઈએ.
આ વર્ષના શિયાળુ સત્રમાં મરાઠા આરક્ષણને લઈને નાગપુરમાં રાજકીય વાતાવરણ ગરમ થવાની સંભાવના છે. જો કે 7 ડિસેમ્બરે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો કે 8મી ડિસેમ્બરથી હવામાન (Maharashtra Weather) ચોખ્ખું થઈ જશે તેવી અપેક્ષા છે. આ સમય દરમિયાન તાપમાનમાં થોડીક ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે અને ઠંડી શરૂ થશે. આથી સત્રના સમયગાળા દરમિયાન ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં ઉદભવેલા ચક્રવાતી તોફાન ‘મિચોંગ’ (Cyclone Michaung)એ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં તબાહી મચાવી છે. બંને રાજ્યોમાં ભારે વરસાદને કારણે જાનમાલનું પુષ્કળ નુકસાન થયું છે.