Maharashtra News: ડૅમ પાસેના `બૅકવૉટર`ની નજીકના પરિસરમાં દારૂના વેચાણ માટે અને તેનું સેવન કરવાની પરવાનગી આપી દીધી છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકારે (Maharashtra News) તાજેતરમાં જ ગેરકાયદે દારૂના વેચાણ પર અંકુશ લાવવા માટે તેમ જ પ્રવાસનને તેજી આપવા માટે પાંચ વર્ષ જૂની પોલીસીમાં ફેરફાર કરીને ડૅમ પાસેના `બૅકવૉટર`ની નજીકના પરિસરમાં દારૂના વેચાણ માટે અને તેનું સેવન કરવાની પરવાનગી આપી દીધી છે.
જળ સંસાધન વિભાગે આ સંબંધમાં સરકારી ઠરાવ (જીઆર) બહાર પાડ્યો હતો. તમને જણાવી દઈએ કે રાજ્યમાં 3,255 સિંચાઈ પરિયોજનાઓ છે, જેમાં 138 મોટી, 255 મધ્યમ અને 2,862 નાની પરિયોજનાઓનો સમાવેશ થાય છે. જેમાંથી ઘણી પરિયોજનાઓ પર્વતીય અને રમણીય વિસ્તારોમાં સ્થિત છે. જ્યાં ઘણા વિશ્રામગૃહ, ઇન્સપેક્શન બંગલા અને સ્ટાફ ક્વાર્ટરમાં છે.
ADVERTISEMENT
માનવબળ અને જાળવણીના અભાવને કારણે આમાંની મોટાભાગની પ્રોપર્ટીઝનો ઉપયોગ થતો નથી એમ તેમાં જણાવવામાં આવ્યું છે. હવે આ જે બધી પ્રોપર્ટીઝ છે તેનો વ્યાવસાયિક ઉપયોગ અને જાળવણી થઇ શકે તે માટે જળ સંસાધન વિભાગે ૧૭મી જૂન, ૨૦૧૯ના રોજ જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) અથવા બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી) મોડેલ હેઠળ જળાશયોની નજીક જમીન અને પરિસરના વિકાસની મંજૂરી (Maharashtra News) આપી હતી. જો કે, આ પહેલાં દારૂના વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ૨૦૧૯ના કાર્યકારી આદેશની જોગવાઈમાં ઉલ્લંઘન કરે તો કરારને નાબૂદ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.
Maharashtra News: હવે 8 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલ નવા જીઆરમાં આ પ્રતિબંધને દૂર કરવામાં આવ્યો છે. અને આવા પરિસરમાં દારૂ વેચવાની અને પીવાની મંજૂરી આપવામાં આવી છે. આ લીઝનો સમયગાળો જે અગાઉ ૧૦ અથવા ૩૦ વર્ષ સુધી મર્યાદિત હતો હવે તેને ૪૯ વર્ષ સુધી લંબાવી શકાય છે એમ કહેવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું હતું કે આ પગલાનો ઉદ્દેશ ડૅમ વિસ્તારોની આસપાસની અનધિકૃત દુકાનો અને ઝૂંપડપટ્ટીઓ દ્વારા ગેરકાયદે થતા દારૂના વેચાણને રોકવાનો છે.
જળ સંસાધન વિભાગના અધિકારીએ ઉમેર્યું હતું કે, "પ્રવાસન પ્રવૃત્તિઓને નિયમન હેઠળ લાવીને વિભાગ કાયદાનું પાલન થાય તેનો પ્રયાસ કરશે. પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક લોકો માટે રોજગારીનું સર્જન કરવાનો તેમ જ રાજ્ય સરકારની આવકમાં વધારો કરવાનો મૂળ હેતુ છે."
મહારાષ્ટ્ર સરકારે પૂરગ્રસ્ત ખેડૂતો માટે 31,628 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું
મહારાષ્ટ્ર સરકારે (Maharashtra News) વરસાદ અને પૂરને કારણે જે જે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તેઓ માટે 31,628 કરોડ રૂપિયાના વળતર પેકેજની જાહેરાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે કુલ સહાય હેક્ટર દીઠ 48,000 રૂપિયા હશે. સરકાર યોગ્ય સમયે લોન માફીની જાહેરાત કરશે એમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ખેડૂતોને થયેલા નુકસાન અંગે કેન્દ્રને સુપરત કરવા માટે એક વ્યાપક મેમોરેન્ડમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે, બીજી તરફ વિપક્ષી દળોએ ખેડૂતોને તેમના જીવનની ગાડીને ફરી પાટે ચડાવવા માટે સરકારે જાહેર કરેલા રાહત પેકેજને નગણ્ય કહ્યા હતા.


