આ ૩૦ ગૌશાળામાં રાખવામાં આવેલાં ૪૦૯૩ ગૌવંશનાં પ્રાણીઓ માટે કુલ મળી ૫૪૦ લાખ રૂપિયાનું અનુદાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં ગોવંશનાં પશુઓની હત્યા કરવા પર પ્રતિબંધ છે ત્યારે દૂધ ન આપતાં પશુઓની સંખ્યા વધી રહી છે. એથી ગૌશાળાઓમાં એમની સાચવણી માટેનો ખર્ચ પણ વધ્યો છે. એથી રાજ્ય સરકારે રાજ્યની ૩૦ જેટલી ગૌશાળાઓને ‘સુધારિત ગોવર્ધન ગૌવંશ સેવા કેન્દ્ર યોજના’ અંતર્ગત ૫૪૦ લાખ રૂપિયાનું અનુદાન આપવાનું નક્કી કરી એ માટે ગવર્નમેન્ટ રેઝલ્યુશન ૧૭ મેએ પાસ કર્યું છે. સરકાર પશુઓની સંખ્યાના આધારે ઓછામાં ઓછું ૧૫ લાખ રૂપિયા અને વધારેમાં વધારે ૨૫ લાખ રૂપિયાનું અનુદાન આપી રહી છે. આ અનુદાનની રકમ કઈ-કઈ ગૌશાળાને આપવી એ માટે રાજ્ય સ્તરીય કમિટી બનાવવામાં આવી હતી, જેણે કુલ ૪૩ પ્રસ્તાવમાંથી ૩૦ ગૌશાળાઓની પસંદગી કરી હતી. આ ૩૦ ગૌશાળામાં રાખવામાં આવેલાં ૪૦૯૩ ગૌવંશનાં પ્રાણીઓ માટે કુલ મળી ૫૪૦ લાખ રૂપિયાનું અનુદાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.


