MNSનો સમાવેશ MVAમાં કરવો કે નહીં એ વિશે ચર્ચાવિચારણા
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા બાળાસાહેબ થોરાત, વિધાનસભ્ય વિજય વડેટ્ટીવાર અને વિધાનસભ્ય અમીન પટેલ માતોશ્રી જઈને ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા.
દિવાળી પછી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ થવાની છે ત્યારે મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના નેતાઓએ ગઈ કાલે મહા વિકાસ આઘાડી (MVA)ના સાથી પક્ષ શિવસેના (UBT)ના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તેમના બાંદરામાં આવેલા નિવાસસ્થાન માતોશ્રીમાં મુલાકાત લીધી હતી. એ સાથે જ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કૉન્ગ્રેસના નેતા સતેજ પાટીલના નામની પણ ચર્ચા કરવામાં આવી હતી. જોકે સૌથી અગત્યનો મુદ્દો એ હતો કે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓમાં શિવસેના અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જો સાથે મળીને ચૂંટણી લડવાનાં હોય તો MVAમાં MNSને સામેલ કરવી કે નહીં? આ બાબતે ઑલરેડી કૉન્ગ્રેસ દ્વારા તેમના દિલ્હી હાઈ કમાન્ડને જાણ કરવામાં આવી છે અને તેઓ જે નિર્ણય લેશે એ પ્રમાણે આગળ વધવામાં આવશે એમ તેમણે ઉદ્ધવ ઠાકરેને જણાવ્યું છે.


