મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ૧૦૧ બેઠક લડીને માત્ર ૧૬માં વિજય મળતાં કૉન્ગ્રેસનો ભારે રકાસ થયો હતો. આ ચૂંટણી કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેની આગેવાનીમાં લડવામાં આવી હતી
નાના પટોલે
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ૧૦૧ બેઠક લડીને માત્ર ૧૬માં વિજય મળતાં કૉન્ગ્રેસનો ભારે રકાસ થયો હતો. આ ચૂંટણી કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેની આગેવાનીમાં લડવામાં આવી હતી એટલે પરાજયની જવાબદારી લઈને પોતાને પ્રદેશાધ્યક્ષના પદ પરથી મુક્ત કરવા માટેનો પત્ર નાના પટોલેએ કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષને ઈ-મેઇલ દ્વારા લખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કૉન્ગ્રેસ-પ્રમુખ નાના પટોલેને પ્રદેશાધ્યક્ષપદેથી દૂર કરીને વિશ્વજિત કદમ, સતેજ પાટીલ, યશોમતી ઠાકુરમાંથી કોને આ જવાબદારી સોંપે છે એ જોવું રહ્યું. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસના કારમા પરાજય માટે નાના પટોલે જ જવાબદાર હોવાનો આરોપ પક્ષના જ કેટલાક નેતાઓએ કર્યો છે.