પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં રવિવારે ગ્રીસની વતની મહિલા પેનેલોપે ભારતીય યુવાન સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યાં હતાં અને અગ્નિની સાક્ષીએ સાત ફેરા પણ લીધા હતા.
ગ્રીસની વતની મહિલા પેનેલોપે ભારતીય યુવાન સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યાં હતાં
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં રવિવારે ગ્રીસની વતની મહિલા પેનેલોપે ભારતીય યુવાન સિદ્ધાર્થ સાથે લગ્ન કર્યાં હતાં અને અગ્નિની સાક્ષીએ સાત ફેરા પણ લીધા હતા. ભારતીય વૈદિક પદ્ધતિથી તેમનાં લગ્ન થયાં હતાં અને જૂના અખાડાના મહામંડલેશ્વર સ્વામી યતીન્દ્રાનંદગિરિએ કન્યાદાન કર્યું હતું. સ્વામીએ કહ્યું હતું કે ‘પેનેલોપ ઘણાં વર્ષોથી સનાતન ધર્મનું પાલન કરી રહી છે અને તે શિવભક્ત છે. સિદ્ધાર્થ પણ મારો અનુયાયી છે. યોગ અને સનાતનના પ્રચાર માટે તે વિશ્વના ઘણા દેશોમાં જઈ આવ્યો છે. તેમણે સનાતન સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને અહીં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.’
આ કપલે કહ્યું હતું કે ‘તેમણે લગ્ન માટે મહાકુંભની પસંદગી કરી હતી, કારણ કે આનાથી વધારે દિવ્ય અને આધ્યાત્મિક તથા ધાર્મિક વાતાવરણ બીજે ક્યાંય મળ્યું ન હોત.’
ADVERTISEMENT
મહાકુંભમાં લગ્ન થવાથી ખુશ થયેલી પેનેલોપે કહ્યું હતું કે ‘ખુશી વ્યક્ત કરવા મને શબ્દો જડતા નથી, આ દિવ્ય અને જાદુઈ અનુભૂતિ છે. મેં કદી ભારતીય લગ્નો જોયાં નહોતાં, હું ખુદ કન્યા હતી, મારા માટે બધું નવું હતું, પણ મને બધું અનુકૂળ લાગી રહ્યું હતું. હું ઘણી આધ્યાત્મિક રીતે પરણી છું.’
આ લગ્ન વિશે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું કે અત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે અને દુનિયામાં આનાથી વધારે પવિત્ર સ્થાન બીજું કોઈ હોઈ શકે નહીં, તમામ દૈવીય શક્તિઓ અહીં બિરાજમાન છે.
આ કપલ મહાકુંભ પૂરો થાય ત્યાં સુધી રહેશે અને મૌની અમાવસ્યાનું સ્નાન પણ કરશે.
યોગની જુગલબંધી

ગઈ કાલે મહાકુંભમાં સંગમ તટ પર યોગાસન કરતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને યોગગુરુ બાબા રામદેવ.
આ વૃદ્ધ માતા-પિતાને ત્રણ દીકરા મહાકુંભમાં છોડીને જતા રહ્યા?

પ્રયાગરાજના મહાકુંભમાં એક વૃદ્ધ દંપતીનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં તેઓ એવો દાવો કરી રહ્યાં છે કે તેમના ત્રણ પુત્રો તેમને અહીં છોડીને જતા રહ્યા છે. કેટલાક લોકોએ આ દંપતીની પૈસા આપીને મદદ કરી હતી અને તેમને એક આશ્રમમાં મૂકવાની ખાતરી પણ આપી હતી. આ દંપતીમાંથી રડતાં-રડતાં મહિલાએ કહ્યું હતું કે ત્રણેય વહુઓ દુષ્ટ છે.
પવિત્ર સ્નાન


અનિલ અંબાણીએ ગઈ કાલે અને સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવે રવિવારે સંગમમાં ડૂબકી લગાવી હતી.
મોરારી બાપુને મળ્યા બાગેશ્વર ધામ સરકાર
રવિવારે મહાકુંભમાં મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પરમાર્થ નિકેતનમાં વિખ્યાત કથાકાર મોરારી બાપુને મળ્યા હતા


