Lok Sabha Elections 2024 Result: કુલ 543 સીટોની લોકસભા ચૂંટણીમાં બીજેપીને 240 સીટો મળી છે.
ઉદ્ધવ ઠાકરેની ફાઇલ તસવીર
ગઇકાલે 2024ની લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) હેઠળના એનડીએ ગઠબંધનને 293 (Lok Sabha Elections 2024 Result) બેઠક મળી હતી. જોકે તેમનું 400 પર કરવાનું સપનું અધૂરું રહી જતાં વિરોધી ઈન્ડિયા ગઠબંધન દ્વારા ભાજપ અને એનડીએ પર ટીકા કરવામાં આવી રહી છે. એનડીએની મામૂલી જીત પર ટીકા કરતાં શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ યુબીટીના વિજેતા ઉમેદવારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીના પરિણામોથી સમજાય છે કે ભારતીય જનતા પાર્ટીને પણ હરાવી શકાય છે.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લોકસભાની ચૂંટણીના પરિણામ (Lok Sabha Elections 2024 Result) જાહેર થયાના એક દિવસ બાદ મુંબઈમાં તેમના ઘરે શિવસેના યુબીટીના વિજયી ઉમેદવાર રાજાભાઈ પ્રકાશ વાજે (નાસિક સીટ) અને સંજય દીના પાટીલ (મુંબઈ ઉત્તર પૂર્વ સીટ) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ચૂંટણીમાં બીજેપીને પણ હરાવી શકાય છે. એક ભ્રમ કે ભાજપને નહીં હરાવી શકાય અને તે હવે તૂટી ગયો છે.
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરે મુંબઈ દક્ષિણ સીટથી તેમની પાર્ટીના વિજયી ઉમેદવાર અરવિંદ સાવંત અને મુંબઈ દક્ષિણ મધ્ય સીટથી વિજેતા અનિલ દેસાઈ સાથે પણ મુલાકાત કરી હતી. કુલ 543 સીટોની લોકસભા ચૂંટણીમાં બીજેપીને 240 સીટો મળી છે, જેથી તે એનડીએના (Lok Sabha Elections 2024 Result) બીજા મિત્ર પક્ષોની મદદથી સરકાર બનાવશે. કારણકે બીજેપી પાસે સરકાર બનાવવા માટે બહુમત જેટલી સીટો નથી. મહારાષ્ટ્રમાં ઈન્ડિયા ગઠબંધન હેઠળ શિવસેના (યુબીટી)એ નવ સીટ પર જીત મેળવી હતી. જેથી મુંબઈની બહારની યુબીટીના દરેક ઉમેદવારોએ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.
શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે (Lok Sabha Elections 2024 Result) લોકસભા ચૂંટણીના પરિણામો પર ચર્ચા કરવા માટે બુધવારે સાંજે દિલ્હીમાં ‘ઇન્ડિયા’ ગઠબંધનની બેઠકમાં પહોંચ્યાં હતા. સૂત્રોએ આપેલી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરે મંગળવારે કહ્યું હતું કે ‘ઇન્ડિયા’ ગઠબંધનના નેતાઓની બેઠકમાં ભાગ લેવા માટે તે પણ દિલ્હી જશે. જોકે ઉદ્ધવ ઠાકરે દિલ્હી નહીં જતાં યુબીટીના રાઉત બેઠક માટે દિલ્હી જવા રવાના થયા હતા અને તેઓ ત્યાં પહોંચી પણ ગયા છે, એવા સમાચાર સામે આવ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રમાં ઈન્ડિયા ગઠબંધનની જ સરકાર સ્થાપિત થશે એવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અને અન્ય દળો ‘ઇન્ડિયા’ ગઠબંધનમાં નિતિશ કુમારના (Lok Sabha Elections 2024 Result) નેતૃત્વ હેઠળની જનતા દળ યુનાઇટેડ અને એન. ચાંદરબાબુ નાયડુની તેલગુ દેશમ પાર્ટી (TDP) સામેલ કરી તેમની સાથે સરકાર બનાવવા માટે સતત સંપર્કમાં છે, અને જો તેઓ ઈન્ડિયા ગઠબંધન સાથે આવી જશે તો ઈન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે, એવું પણ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.