રાજ્યભરના કુલ ૯,૨૪,૯૧,૮૦૬ મતદારમાંથી પુણે જિલ્લામાં સૌથી વધુ, મુંબઈ સબર્બન બીજા અને થાણે જિલ્લો ત્રીજા નંબરે
મતદાન માટે વાપરવામાં આવેલી પ્રતીકાત્મક તસવીર
રાજ્યમાં લોકસભાની ૪૮ બેઠક માટે ૧૯ અને ૨૬ એપ્રિલ તેમ જ ૭, ૧૩ અને ૨૦ મેએ મતદાન થવાનું છે એ માટે રાજ્યના ચૂંટણીપંચે તૈયારીઓ પૂરી કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ૮ એપ્રિલ સુધી રાજ્યભરમાં ૪,૮૦,૮૧,૬૩૮ પુરુષ અને ૪,૪૪,૦૪,૫૫૧ મહિલા તેમ જ ૫,૬૧૭ તૃતીયપંથી મળીને કુલ ૯,૨૪,૯૧,૮૦૬ મતદાર નોંધાયા છે. રાજ્યના ૩૬ જિલ્લામાંથી સૌથી વધુ ૮૨,૮૨,૩૬૩ મતદાર પુણે જિલ્લામાં તો મુંબઈ સબર્બન જિલ્લામાં ૭૩,૫૩,૫૯૬ મતદાર નોંધાયા છે. મતદારોની સંખ્યા બાબતે થાણે જિલ્લો ત્રીજો છે, જેમાં ૬૫,૭૯,૫૮૮ મતદાર છે.



