નવી મુંબઈના કામોઠેમાં ૩ માસૂમની છેડતી કરનાર સિક્યૉરિટી ગાર્ડ જેલભેગો...
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
કામોઠેની એક સ્કૂલમાં આપવામાં આવેલા ‘ગુડ ટચ ઍન્ડ બૅડ ટચ’ના શિક્ષણને કારણે એક ગંભીર ગુનો પ્રકાશમાં આવ્યો છે. રેસિડેન્શિયલ સોસાયટીના પાર્કિંગમાં ત્રણ બાળકીઓની છેડતી કરવા બદલ પોલીસે ૨૮ વર્ષના સિક્યૉરિટી ગાર્ડની ધરપકડ કરી છે.
પોલીસે જણાવ્યા અનુસાર ૩ મેએ સાંજે કામોઠેના સેક્ટર-૨૧ના એક બિલ્ડિંગના પાર્કિંગ-એરિયામાં મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના ચોકીદારે ત્રણ બાળકીઓને ખરાબ રીતે અડવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે ૬, ૭ અને ૯ વર્ષની ત્રણ બાળકીઓ પાર્કિંગમાં રમી રહી હતી ત્યારે આરોપીએ તેમની નજીક જઈને તેમની છેડતી કરી હતી.
બાળકોને શરીરના કયા અંગમાં કઈ રીતે કોઈ સ્પર્શ કરે તો ‘સારું’ કે ‘ખરાબ’ કહેવાય એ બાબતે સ્કૂલમાં ટીચરે ‘ગુડ ટચ ઍન્ડ બૅડ ટચ’ના માધ્યમથી વિશે સમજાવ્યું હોવાથી બાળકીઓને તેમની સાથે થયેલી ગેરવર્તણૂકનો અહેસાસ થયો અને તેમણે હિંમત કરીને પરિવારને એ બાબતની જાણ કરી હતી. બાળકીની મમ્મીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને જેલભેગો કર્યો છે.
