Jogeshwari Minor Rape Case: ૨૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૩ વાગ્યાની આસપાસ, દાદર સરકારી રેલવે પોલીસ (GRP) ને એક છોકરી પ્લેટફોર્મ પર ૨૦ વર્ષના એક યુવક સાથે મળી આવી હતી. જ્યારે તેઓએ તેના વિશે પૂછપરછ કરી, ત્યારે તેણીએ કંઈ કહેવાનો ઇનકાર કર્યો.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં અનેક રેપની ઘટનાઓ સામે આવી રહી છે. આ બળાત્કારની ઘટનાઓને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રવિવારે મુંબઈના જોગેશ્વરી પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. આ લોકો સામે ૧૨ વર્ષની એક બાળકીએ આરોપ કર્યો હતો કે તેઓએ તેના પર બળાત્કાર કર્યો છે. જેને પગલે પાંચેય આરોપીઓને શરૂઆતમાં પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા અને હવે તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.
પોલીસે આપેલી માહિતી મુજબ, ૨૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ, છોકરી તેના દાદીને મળવા માટે ઘરેથી નીકળી હતી, પરંતુ તે ઘરે પાછી ફરી ન હતી. તેની દાદીએ કહ્યું કે તે પહોંચ્યાના થોડીવારમાં જ ત્યાંથી નીકળી ગઈ હતી. તે બાદ વિસ્તારમાં તેની શોધખોળ કર્યા પછી, તેના માતાપિતાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી આ મામલે જોગેશ્વરી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ અપહરણનો કેસ નોંધ્યો હતો.
ADVERTISEMENT
૨૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૩ વાગ્યાની આસપાસ, દાદર સરકારી રેલવે પોલીસ (GRP) ને એક છોકરી પ્લેટફોર્મ પર ૨૦ વર્ષના એક યુવક સાથે મળી આવી હતી. જ્યારે તેઓએ તેના વિશે પૂછપરછ કરી, ત્યારે તેણીએ કંઈ કહેવાનો ઇનકાર કર્યો. કારણ કે તે સગીર હતી, તેથી તેઓ તેને દાદર GRP સ્ટેશન પર લાવ્યા હતા. અધિકારીઓએ તેમના વોટ્સઍપ ગ્રુપ પર તેનો ફોટો પોસ્ટ કર્યો અને જાણવા મળ્યું કે 24 ફેબ્રુઆરીએ જોગેશ્વરી પોલીસ સ્ટેશનમાં અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે.
"અમે છોકરીને સીધી જોગેશ્વરી મોકલી દીધી કારણ કે તેને તબીબી સારવારની જરૂર હતી. જ્યારે અમે તેને પૂછ્યું ત્યારે તેણે અમને જણાવ્યું નહીં કે તેના પર બળાત્કાર થયો છે," દાદર જીઆરપીના એક અધિકારીએ જણાવ્યું. જોગેશ્વરી પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી, છોકરીએ ખુલાસો કર્યો કે તે ઘરેથી નીકળી ત્યારથી પાંચ પુરુષોએ તેના પર બળાત્કાર કર્યો હતો. પોલીસે 28 ફેબ્રુઆરીએ પાંચેય પુરુષો સામે ગેન્ગરેપ અને અપહરણનો કેસ નોંધ્યો હતો અને રવિવારે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓમાંથી એક તેનો પરિચિત છે અને બાકીના ચાર અજાણ્યા છે, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું.
૨૭ ફેબ્રુઆરીના રોજ, પીડિતા પ્લેટફોર્મ ૧૨ પર મળી આવી હતી, અને રેલવે પોલીસે તેને વ્યથિત હાલતમાં જોઈ હતી. સગીરા ઘટનાસ્થળે હાજર હતી અને તેને જોગેશ્વરી પોલીસને સોંપી દેવામાં આવી હતી. પોલીસે ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) અને જાતીય હુમલા સામેના અન્ય કાનૂની કેસોની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. વધુ તપાસ ચાલુ છે, અને પોલીસ પીડિતાને ન્યાય અપાવવા માટે તમામ પુરાવા એકત્રિત કરી રહી છે.

