દીક્ષા લીધા પછી તેમણે એકલાએ ૬૭ કિલોમીટરનો વિહાર કર્યો હતો
પરમ પૂજ્ય આચાર્ય શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ
જૈન સમાજના સંઘ સ્થવિર, જિનાગમ સેવી, સાગર સમુદાયના ૯૦૦ સાધુ-ભગવંતોના સુવિશાળ ગચ્છાધિપતિ ૧૦૩ વર્ષના પરમ પૂજ્ય આચાર્ય શ્રી દૌલતસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ ગઈ કાલે સવારે ૧૦.૩૦ વાગ્યે કાળધર્મ પામ્યા હતા. તેમનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે સુજય ગાર્ડન જૈન સંઘ, મુકુંદનગર, પુણેમાં આજે સવાર સુધી રાખવામાં આવશે. તેમની પાલખી આજે સુજય ગાર્ડનથી કાત્રજના આગમ મંદિર અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે.



