જૈન ધર્મમાં દિગંબર મુનિ પરંપરાના આચાર્ય વિદ્યાસાગર મહારાજે દેહ છોડી સમાધિ લીધી છે. તેમણે છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરી તીર્થ ખાતે મહારાજનું નિધન થયું છે.
જૈન દિગંબર મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી (તસવીર: મુનિ મહારાજના આશિર્વાદ લેતા પીએમ મોદી)
કી હાઇલાઇટ્સ
- જૈન ધર્મમાં દિગંબર મુનિ પરંપરાના આચાર્ય વિદ્યાસાગર મહારાજે છોડ્યો દેહ
- વડાપ્રધાન મોદીએ તસવીર શેર કરી દુ:ખ વ્યક્ત કર્યુ
- છત્તીસગગઢમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર
Jain Muni Acharya Vidyasagar Maharaj: જૈન ધર્મમાં દિગંબર મુનિ પરંપરાના આચાર્ય શ્રી વિદ્યાસાગર જી મહારાજે દેહ છોડી સમાધિ લીધી છે. તેમણે છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરી તીર્થ ખાતે શનિવારે (17 ફેબ્રુઆરી) રાત્રે 2:35 કલાકે સમાધિ લીધી. આ પહેલા તેમણે આચાર્ય પદેથી રાજીનામું આપી ત્રણ દિવસ સુધી ઉપવાસ અને મૌન પાળ્યું હતું. ત્રણ દિવસના ઉપવાસ બાદ તેમણે દેહ છોડ્યો હતો.
પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
ADVERTISEMENT
મહારાજની સમાધિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું, "આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર જી મહારાજનું નિદન એ દેશ માટે એક અપૂર્વીય ખોટ છે. લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ માટેના તેમના અમૂલ્ય પ્રયાસોને હંમેશા યાદ રાખવામાં આવશે. તેઓ જીવનભર ગરીબી નિવારણ સાથે જોડાયેલા હતા. સમાજમાં આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવામાં પણ તેમનો ફાળો રહ્યો."
आचार्य श्री 108 विद्यासागर जी महाराज जी का ब्रह्मलीन होना देश के लिए एक अपूरणीय क्षति है। लोगों में आध्यात्मिक जागृति के लिए उनके बहुमूल्य प्रयास सदैव स्मरण किए जाएंगे। वे जीवनपर्यंत गरीबी उन्मूलन के साथ-साथ समाज में स्वास्थ्य और शिक्षा को बढ़ावा देने में जुटे रहे। यह मेरा… pic.twitter.com/mvJJPbiiwM
— Narendra Modi (@narendramodi) February 18, 2024
પીએમ મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે કે મને તેમના આશીર્વાદ મળતા રહ્યાં. ગયા વર્ષે છત્તીસગઢના ચંદ્રગિરી જૈન મંદિરમાં તેમની સાથેની મારી મુલાકાત મારા માટે અવિસ્મરણીય રહેશે. ત્યારે મને આચાર્યજી તરફથી ઘણો પ્રેમ અને આશીર્વાદ મળ્યા હતા. સમાજમાં તેમનું અજોડ યોગદાન દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે.
આજે જૈન સમાજની દુકાનો બંધ રહેશે
આચાર્ય વિદ્યાસાગરજી મહારાજ (Jain Muni Acharya Vidyasagar Maharaj)ની સમાધિ નિમિત્તે આજે દેશભરના જૈન સમાજના લોકો પોતાની દુકાનો બંધ રાખશે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 1 કલાકે ચંદ્રગિરી તીર્થ ખાતે કરવામાં આવ્યાં. અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે દેશભરમાંથી તેમના શિષ્યો ચંદ્રગિરી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે આચાર્ય વિદ્યાસાગરે 6 ફેબ્રુઆરીએ યોગ સાગરજી સાથે ચર્ચા કરી હતી અને ત્યારબાદ આચાર્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે મુનિ શ્રી સમય સાગર મહારાજને તેમના અનુગામી તરીકે જાહેર કર્યા અને તેમને આચાર્ય પદ આપવાની જાહેરાત કરી.


