Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ, થાણે અને વિરારમાંથી મોબાઇલ ચોરતી આંતરરાજ્ય ગૅન્ગનો પર્દાફાશ

મુંબઈ, થાણે અને વિરારમાંથી મોબાઇલ ચોરતી આંતરરાજ્ય ગૅન્ગનો પર્દાફાશ

Published : 30 October, 2026 11:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં ધરપકડ કરાયેલા આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે અને આ ગેરકાયદે રૅકેટના અન્ય મુખ્ય સૂત્રધારો તેમ જ દિલ્હીના ખરીદદારોને શોધી કાઢવા માટે આગળની તપાસ ચાલુ છે.’

દિંડોશી પોલીસે જપ્ત કરેલાં મધરબોર્ડ.

દિંડોશી પોલીસે જપ્ત કરેલાં મધરબોર્ડ.


દિંડોશી પોલીસે મોબાઇલ ચોરીને એના સ્પેરપાર્ટ્‍સના ગેરકાયદે કાળાબજાર વિરુદ્ધ ચલાવેલા એક મોટા ઑપરેશન દરમ્યાન મુંબઈ, થાણે, વસઈ અને વિરાર સહિતના આસપાસના વિસ્તારોમાં સક્રિય એક કુખ્યાત ગૅન્ગનો પર્દાફાશ કર્યો છે. દિંડોશી પોલીસે આપેલી સત્તાવાર માહિતી મુજબ આ ગૅન્ગ મુંબઈ અને ઉપનગરોમાંથી સ્માર્ટફોન ચોરીને, એમાંથી કીમતી મધરબોર્ડ અલગ કરીને ગેરકાયદે રીતે દિલ્હી સપ્લાય કરતી હતી. પોલીસે આ મામલે સઘન અને ઝીણવટભરી કાર્યવાહી કરીને નાશિક જિલ્લાના માલેગાવસ્થિત ભંગારના એક ગોડાઉન પર દરોડો પાડીને એક આરોપીની ધરપકડ કરી છે અને ૧.૫૦ કરોડ રૂપિયાની માલમતા જપ્ત કરી છે.

દિંડોશી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી પાસે નોંધાયેલા મોબાઇલ-ચોરીના એક કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી, જે દરમ્યાન આ ગેરકાયદે નેટવર્ક વિશે મહત્ત્વપૂર્ણ માહિતી મળી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે ચોરો મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાંથી મોબાઇલ ચોર્યા બાદ તરત જ એના સ્પેરપાર્ટ્‍સ અને ખાસ કરીને મધરબોર્ડ અલગ કરી દેતા હતા, જેથી ફોનનું લોકેશન ટ્રેસ ન થઈ શકે અને પોલીસની પકડથી બચી શકાય. ત્યાર બાદ આ તમામ મધરબોર્ડનો મોટો જથ્થો દિલ્હી મોકલવાની પેરવી કરવામાં આવી રહી હતી. આ કેસમાં ગુપ્ત માહિતીના આધારે અમે માલેગાવના ગોડાઉનમાંથી ૧.૫૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતનાં ૧૨૦૦ જેટલા મોબાઇલનાં મધરબોર્ડ કબજે કર્યાં છે. ચોરાયેલા મોબાઇલ ફોનના ઇલેક્ટ્રૉનિક પાર્ટ્સના કાળાબજાર અને એક મોટા આંતરરાજ્ય સિન્ડિકેટની માહિતી અમને મળી છે. જપ્ત કરાયેલા મધરબોર્ડના સિરિયલ નંબર્સ અને IDના આધારે મુંબઈ, થાણે, વસઈ અને વિરાર સહિત અન્ય વિસ્તારોમાં અગાઉ નોંધાયેલી મોબાઇલ-ચોરી કે ગુમ થયાની ફરિયાદો સાથે મેળ બેસાડવાની કવાયત તેજ કરવામાં આવી છે જેથી મૂળ માલિકોની ઓળખ થઈ શકે. હાલમાં ધરપકડ કરાયેલા આરોપીની સઘન પૂછપરછ ચાલી રહી છે અને આ ગેરકાયદે રૅકેટના અન્ય મુખ્ય સૂત્રધારો તેમ જ દિલ્હીના ખરીદદારોને શોધી કાઢવા માટે આગળની તપાસ ચાલુ છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK