Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મધ્ય પ્રદેશમાં બે સગી બહેનોએ બાળકો સાથે આપઘાત કર્યો : કુલ ૬ જીવ ગયા

મધ્ય પ્રદેશમાં બે સગી બહેનોએ બાળકો સાથે આપઘાત કર્યો : કુલ ૬ જીવ ગયા

Published : 30 October, 2026 12:17 PM | IST | Madhya Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પતિના મોતના આઘાતમાં ૮ મહિનાની ગર્ભવતી મહિલાએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું, થોડા કલાક બાદ મોટી બહેને પણ ૩ બાળકો સાથે જીવ ગુમાવ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં બુધવારે બનેલી ઘટનામાં બે સગી બહેનો અને તેમનાં ૪ બાળકોનાં મોત થયાં હતાં. ગુંગર ગામમાં રહેતી ૩૫ વર્ષની અંજલિ રાવતે પોતાના ૬ વર્ષના પુત્ર પ્રશાંત સાથે ખેતરના કૂવામાં ઝંપલાવ્યું હતું. ૮ મહિનાની ગર્ભવતી અંજલિના પતિ ધરમવીરનું એક મહિના પહેલાં માર્ગ-અકસ્માતમાં મોત થયું હતું. પરિવારના જણાવ્યા અનુસાર પતિના મોત બાદ અંજલિ આઘાતમાં હતી. આ ઘટનામાં અંજલિ, તેનો પુત્ર અને ગર્ભમાં રહેલા શિશુનું મોત થયું હતું.

આ ઘટનાના થોડા કલાક બાદ અંજલિની મોટી બહેન સીતાએ પણ પોતાનાં ૩ બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. સેસઈ ગામમાં રહેતી ૪૦ વર્ષની સીતા બુધવારે રાખી (૧૪), પ્રિયંકા (૧૧) અને શ્લોક (૬) સાથે ખોંકર ગામના ખેતરે ગઈ હતી. સાંજ સુધી તેઓ ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. કૂવા પાસે ચંપલ મળતાં તપાસ કરતાં અંદરથી ચારેયના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ અને ગ્રામજનોએ મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસે બન્ને કિસ્સામાં અકસ્માતે મોતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે. બન્ને બહેનોએ આ પગલું શા માટે ભર્યું અને એની પાછળ કોઈ પારિવારિક કારણ હતું કે નહીં એની તપાસ ચાલી રહી છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 12:17 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK