બેસ્ટ પાસે હાલમાં ૧૦ અને ૨૦ રૂપિયાની નોટો તથા ૧૦, ૫, ૨, ૧ રૂપિયાનું ચિલ્લર મોટા પ્રમાણમાં ઉપલબ્ધ
પ્રતીકાત્મક તસવીર
બેસ્ટ પાસે હાલમાં ૧૦ અને ૨૦ રૂપિયાની નોટો તથા ૧૦, ૫, ૨, ૧ રૂપિયાનું ચિલ્લર મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી એણે નાગરિકો અને વેપારીઓને નોટના બદલામાં છૂટા પૈસા આપવાની સુવિધા ઊભી કરી છે. આ સુવિધા લોકો માટે બધા જ બસડેપોમાં રવિવાર અને સાર્વજનિક રજાના દિવસને છોડીને શરૂ કરવામાં આવી છે. સવારે ૯.૩૦ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી છૂટા પૈસા અને નોટો આપવાની વ્યવસ્થા કરાઈ છે.