રાજ્ય સરકારે ગયા વર્ષે હોટેલ અને રેસ્ટોરાંમાં વૅટમાં પાંચ ટકાનો વધારો કર્યા બાદ હવે એક્સાઇઝ લાઇસન્સ-ફીમાં ૧૫ ટકાનો વધારો કર્યો છે એનાથી રાજ્યના હોટેલમાલિકોએ નારાજગી વ્યક્ત કરી છે.
લાઇસન્સ-ફીમાં ૧૫ ટકાના વધારાથી નારાજ હોટેલમાલિકો મુખ્ય પ્રધાનને મળ્યા
રાજ્ય સરકારે ગયા વર્ષે હોટેલ અને રેસ્ટોરાંમાં વૅટમાં પાંચ ટકાનો વધારો કર્યા બાદ હવે એક્સાઇઝ લાઇસન્સ-ફીમાં ૧૫ ટકાનો વધારો કર્યો છે એનાથી રાજ્યના હોટેલમાલિકોએ નારાજગી વ્યક્ત કરી છે. હોટેલ અને રેસ્ટોરાં અસોસિએશનના ફેડરેશનના પદાધિકારીઓએ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળીને એક્સાઇઝમાં કરવામાં આવેલો વધારો પાછો ખેંચવાની માગણી કરતું આવેદન પત્ર આપ્યું હતું. કોરોના મહામારી બાદ વૅટમાં વધારો અને હવે એક્સાઇઝ લાઇસન્સ-ફીમાં વધારો થવાથી હોટેલ ચલાવવાનું મુશ્કેલ બની ગયું હોવાની રજૂઆત ફેડરેશનના અધ્યક્ષ શંકર શેટ્ટી, ઉપાધ્યક્ષ દયાનંદ શેટ્ટી અને જનરલ સેક્રેટરી દુર્ગાપ્રસાદ સાલિયન સહિતના પ્રતિનિધિમંડળને મુખ્ય પ્રધાને આ બાબતે આગામી કૅબિનેટની બેઠકમાં ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું.




