વીસ-પચીસ મિનિટ રાહ જોયા બાદ પણ એ ફૉલ્ટ સુધારી ન શકાતાં આખરે છેક છેલ્લી ઘડીએ તેમને બાય રોડ જવાનું કહેવામાં આવ્યું.
હેલિકૉપ્ટરની બૅટરીમાં ફૉલ્ટ આવતાં ચાલુ ન થયું.
આજે કાર્તિકી એકાદશીએ પંઢરપુરમાં બહુ મોટી સંખ્યામાં ભાવિકો વિઠ્ઠલનાં દર્શન કરવા આવતા હોય છે. એથી ત્યાંની વ્યવસ્થાઓ માટે સરકારે પાંચ કરોડ રૂપિયા પણ ફાળવ્યા છે. લાઇનમાં ઊભા રહેતા ભાવિકો માટે છાપરાની વ્યવસ્થા અને અન્ય મેડિકલ હેલ્પ જેવી વ્યવસ્થા બરાબર કરાઈ છે કે નહીં એની ચકાસણી કરવા નાયબ મુખ્ય પ્રધાન ગઈ કાલે પંઢરપુર ગયા હતા. જોકે સોલાપુરથી પાછા ફરતી વખતે તેઓ તેમના હેલિકૉપ્ટરમાં બેઠા પણ હેલિકૉપ્ટરની બૅટરીમાં ફૉલ્ટ આવ્યો હતો અને એ ધીમી થઈ ગઈ હતી. એક હેલિકૉપ્ટરનું એક એન્જિન ચાલુ થઈ ગયું હતું પણ બીજું એન્જિન ચાલુ જ થયું નહોતું. વીસ-પચીસ મિનિટ રાહ જોયા બાદ પણ એ ફૉલ્ટ સુધારી ન શકાતાં આખરે છેક છેલ્લી ઘડીએ તેમને બાય રોડ જવાનું કહેવામાં આવ્યું. એથી તેઓ હેલિકૉપ્ટરમાંથી નીચે ઊતરી ગયા હતા અને બાય રોડ પુણે ગયા અને ત્યાંથી બીજા વિમાનમાં મુંબઈ આવી પહોંચ્યા હતા.
