Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુઢીપાડવાના અવસરે મુંબઈગરાઓએ ૩૨ કરોડ રૂપિયાની કેરી ખાધી

ગુઢીપાડવાના અવસરે મુંબઈગરાઓએ ૩૨ કરોડ રૂપિયાની કેરી ખાધી

Published : 21 March, 2026 11:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક દિવસમાં કોકણની આફૂસ સાથે બહારનાં રાજ્યોમાંથી આવેલી કુલ ૯૦,૦૦૦ ડઝન કેરીની ખરીદી થઈ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


નવી મુંબઈની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માંથી ગયા અઠવાડિયામાં મુંબઈ, થાણે અને નવી મુંબઈની લોકલ માર્કેટોમાં કુલ ૩૨ કરોડ રૂપિયાની કેરી વેચાઈ છે. ગુઢીપાડવા નિમિત્તે મુંબઈગરાઓએ ૯૦,૦૦૦ ડઝન કેરી ખાધી હતી.

APMCમાં ગુરુવારે આફૂસની ૧૩,૯૨૫ પેટી આવી હતી. છેલ્લા ૧૦ દિવસમાં APMCમાંથી ૯૦,૦૦૦ ડઝન કાચી આફૂસ વેચાઈ છે એમ જણાવતાં APMCના ફ્રૂટમાર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ કહ્યું હતું કે ‘ગુરુવારે રાત્રે બજારમાં પાકેલી આફૂસ ૨૫૦૦ રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચાઈ હતી અને કુલ ૨૨.૫૦ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. બીજાં રાજ્યોની કેરીનું પણ લગભગ ૧૦ કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. આમ કુલ ૩૨.૫૦ કરોડ રૂપિયાની કેરી વેચાઈ હતી.’



જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૪૦,૦૦૦ પેટી ઓછી વેચાઈ છે. ગુઢીપાડવાએ APMCની ફ્રૂટમાર્કેટમાં કોકણ આફૂસની ૧૩,૯૨૫ પેટી આવી હતી, જ્યારે બીજાં રાજ્યોમાંથી ૧૦,૮૭૫ પેટી એમ કુલ મળી ૨૪,૮૦૦ પેટી આવી હતી એમ જણાવતાં સંજય પાનસરેએ કહ્યું હતું કે ‘આફૂસની પાંચથી ૯ ડઝનની પેટી ૨૦૦૦થી ૮૦૦૦ રૂપિયામાં વેચાય છે. છેલ્લા ૧૫ દિવસમાં કોકણ આફૂસની ફક્ત ૨૬,૨૭૩ પેટી વેચાઈ હતી, જ્યારે બીજાં રાજ્યોમાંથી ૧,૦૭,૭૧૨ પેટી કેરી આવી હતી.’ 


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK