Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઘરેલુ LPG ઉત્પાદનમાં ૪૦ ટકાનો વધારો : સરકાર

ઘરેલુ LPG ઉત્પાદનમાં ૪૦ ટકાનો વધારો : સરકાર

Published : 21 March, 2026 12:11 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

LPG સિલિન્ડરોના પૅનિક બુકિંગમાં ઘટાડો થયો છે અને ૯૩ ટકા બુકિંગ ઑનલાઇન થઈ રહ્યાં છે

LPGની અછતને કારણે શુક્લાજી સ્ટ્રીટની બંધ દુકાન (તસવીર : અતુલ કાંબળે)

LPGની અછતને કારણે શુક્લાજી સ્ટ્રીટની બંધ દુકાન (તસવીર : અતુલ કાંબળે)


દેશમાં રાંધણગૅસની અછત ઊભી થઈ છે ત્યારે કેન્દ્રએ જણાવ્યું હતું કે ઘરેલુ લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) ઉત્પાદનમાં ૪૦ ટકાનો વધારો થયો છે અને રીટેલ આઉટલેટ્સ પર ગૅસની અછત થઈ નથી. પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ૭૫૦૦થી વધુ ગ્રાહકોએ LPGના સ્થાને પાઇપ્ડ નૅચરલ ગૅસ (PNG) કનેક્શન લીધાં છે. LPG સિલિન્ડરોના પૅનિક બુકિંગમાં ઘટાડો થયો છે અને ૯૩ ટકા બુકિંગ ઑનલાઇન થઈ રહ્યાં છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયના જૉઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ જણાવ્યું હતું કે  ગભરાટમાં થતા બુકિંગમાં ઘટાડો થયો છે અને છેલ્લા એક અઠવાડિયામાં ગ્રાહકોને ૧૧,૩૦૦ ટન કમર્શિયલ LPG પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 12:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK