આ રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતા

તસવીર : લલિત ગાલા
શ્રી અચલગચ્છ જૈન સંઘ - ડોમ્બિવલી દ્વારા સંચાલિત ડોમ્બિવલીના પ્રથમ શિખરબદ્ધ શ્રી સુવિધિનાથ જિનાલયના રજત વર્ષ નિમિત્તે આયોજન કરાયેલા પંચાન્હિકા મહોત્સવ દરમ્યાન ગઈ કાલે પરમાત્માની ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી. સવારે ૮ વાગ્યે શરૂ કરવામાં આવેલી આ રથયાત્રામાં હજારો લોકો જોડાયા હતા. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહોદયસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબ, પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી ધર્મપ્રભસાગરજી મ.સા, પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી ઉદયરત્નસાગરજી મ.સા., પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી ધર્મપરત્નસાગરજી મ.સા. તેમ જ અનેક સાધુ-સાધ્વી ભગવંતોની નિશ્રામાં આ રથયાત્રા કાઢવામાં આવી હતી.