ફેઝ-વનનું અપગ્રેડ પૂરું થયું : જોકે સંસદસભ્ય મનોજ કોટકે જણાવ્યું કે મેટ્રો સ્ટેશન સાથે ડાયરેક્ટ ઍક્સેસ સ્થપાશે ત્યારે ખરી કનેક્ટિવિટી મળશે
ઘાટકોપર સ્ટેશનના અપગ્રેડેશનના ફેઝ-૧માં ગઈ કાલે ખુલ્લો મુકાયેલો એફઓબી
‘મિડ-ડે’ દ્વારા વારંવાર હાઇલાઇટ કરવામાં આવેલા, સંસદસભ્ય મનોજ કોટક દ્વારા ઉઠાવવામાં આવેલા, રેલવેપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા પહેલ કરવામાં આવેલા અને મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી) દ્વારા અમલ કરાવવામાં આવેલા મુદ્દે આ અખબારે ચાર વર્ષ સુધી સતત ફૉલોઅપ લીધું ત્યારે ગઈ કાલે સવારે ઘાટકોપર સ્ટેશન અપગ્રેડ કરીને આખરે પૂરું કરીને જનતા માટે ખુલ્લું મુકાયું હતું. આ કામમાં ૧૨ મીટર પહોળા અને ૭૫ મીટર લાંબા ફુટઓવર બ્રિજ અને ૧૫ મીટર પહોળા તેમ જ ૪૭ મીટર લાંબા ડેક લિન્કનો પણ સમાવેશ થાય છે.
ફેઝ-વનના ભાગરૂપે ઘાટકોપર સ્ટેશન પર નવા બ્રિજ અને ડેકને સ્થાનિક સંસદસભ્ય મનોજ કોટક અને વિધાનસભ્ય પરાગ શાહ દ્વારા ખૂબ જ ઉત્સાહથી ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આનું ફોકસ ઈસ્ટ સાઇડ પર છે, જ્યારે એની ખરી જરૂર વેસ્ટ સાઇડ પર હતી. આના જેવો જ પહોળો ડેક મેટ્રો પર ફેઝ-ટૂના ભાગરૂપે ડાયરેક્ટ ઍક્સેસ સાથે વેસ્ટ સાઇડ પર બાંધવામાં આવશે.
ADVERTISEMENT
અંકિત શાહ નામના પ્રવાસીએ કહ્યું હતું કે ‘મોટા ભાગના પ્રવાસીઓ મેટ્રો દ્વારા પ્રવાસ કરતા હોવાથી મેટ્રો લાઇન સાથે જોડતા મુખ્ય ફુટઓવર બ્રિજ (એફઓબી) પર પીક અવર્સ સમયે મુસાફરોનો ધસારો ઘાટકોપર સ્ટેશન પર સૌથી મોટી સમસ્યા છે. રેલવે અધિકારીઓએ મુખ્ય એફઓબી પર ધસારો ઘટાડવા માટે આ એફઓબીને મેટ્રો લાઇન સાથે ડાયરેક્ટ કનેક્ટ કરવો જોઈએ. તેમણે ઘાટકોપર રેલવે સ્ટેશનથી અન્ય મેટ્રો સ્ટેશનના છેડેથી એક ઑલ્ટરનેટ એફઓબી પણ બાંધવો જોઈએ.’
મનોજ કોટકે જણાવ્યું હતું કે ‘મેટ્રો સ્ટેશન સાથે ડાયરેક્ટ ઍક્સેસ સ્થપાશે ત્યારે ખરી કનેક્ટિવિટી મળશે. ફેઝ-ટૂ પર કામ શરૂ કરાશે, પણ મેટ્રો પર ઍક્સેસ એ પ્રાથમિકતા હશે.’
એમઆરવીસીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર સુભાષ ચાંદ ગુપ્તાએ કહ્યું હતું કે ‘ફેઝ-ટૂનું કામ પ્રક્રિયા હેઠળ છે અને એની ડેડલાઇન સુધીમાં પૂરું થઈ જશે.’
ફેઝ-ટૂમાં શું છે?
૮.૭ મીટર x ૧૦.૭ મીટર પહોળી ડેક સ્પેસ તમામ એફઓબીને વેસ્ટ (મેટ્રો સાઇડ) સાથે જોડશે
ઉત્તરના એફઓબીથી બીએમસી એફઓબીને જોડતી ૪ મીટરની લિન્ક
ઉત્તર છેડે ૧૨ મીટર પહોળા એફઓબી ડેક અને લિન્ક-વેને જોડશે
દક્ષિણ છેડે વેસ્ટ સાઇડ ડેકને ૧૨ મીટર પહોળા એફઓબીને જોડશે


