મુંબઈગરાઓએ ભારે હૈયે તેમના પ્રિય બાપ્પાને ગૌરી સાથે વિદાય આપી હતી. સાતમા દિવસના વિસર્જનમાં કુલ ૨૬,૩૯૫ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગઈ કાલે વરલી કોલીવાડામાં અનોખી રીતે મૂર્તિનું વિસર્જન કરતો પરિવાર. તસવીર : રાણે આશિષ
ગણેશોત્સવમાં ગૌરી ગણપતિની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. અનેક લોકો ઉત્સાહથી ગૌરી અને તેમના પુત્ર ગણેશની પ્રતિમાનું સાથે સ્થાપન કરે છે. એનું વિસર્જન મોટા ભાગે સાતમા દિવસે કરવામાં આવે છે. મુંબઈગરાઓએ ભારે હૈયે તેમના પ્રિય બાપ્પાને ગૌરી સાથે વિદાય આપી હતી. સાતમા દિવસના વિસર્જનમાં કુલ ૨૬,૩૯૫ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલી માહિતી મુજબ ગઈ કાલે રાતે ૯ વાગ્યા સુધીમાં સાર્વજનિક મંડળોની ૨૫૭ મૂર્તિ, ઘરે સ્થાપિત કર્યા હોય એવા ગણપતિની ૨૩,૨૧૬ મૂર્તિ અને ગૌરીની ૨૯૨૨ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.


