ઇગતપુરીના ભાવલી ડૅમમાં નાહવા ઊતરેલા પાંચ જણનાં ગઈ કાલે મોત થયાં હતાં.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઇગતપુરીના ભાવલી ડૅમમાં નાહવા ઊતરેલા પાંચ જણનાં ગઈ કાલે મોત થયાં હતાં. એમાં બે યુવક અને ત્રણ યુવતીઓ હતાં. નાશિકમાં રહેતાં એ પાંચે યુવક-યુવતીઓ રિક્ષા કરીને ડૅમ પર ફરવા આવ્યાં હતાં. એ પછી તેઓ ડેમમાં નહાવા ઊતર્યાં હતાં. ઊંડાઈનો અંદાજ ન આવતાં આ પાંચે જણ ડૂબી ગયા હતા. સ્થાનિક લોકોએ પોલીસને આ સંદર્ભે જાણ કરી હતી.
અન્ય એક ઘટનામાં સોલાપુરના ઉજની ડૅમમાં એક બોટ ઊંધી વળી ગઈ હતી. એ બોટમાં સાત જણ પ્રવાસ કરી રહ્યા હતા. બોટ ઊંધી વળી ગયા બાદ એ બોટમાં પ્રવાસ કરી રહેલો પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રાહુલ ડોંગરે તરીને કળાશી ગામે પહોંચ્યો ત્યારે આ ઘટનાની જાણ અન્ય લોકોને થઈ હતી. એ પછી બોટના પ્રવાસીઓને શોધવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું.

