સ્લૅબ ૫૦ મીટર લાંબો, ૩૫.૩૨ મીટર પહોળો અને ૩૦૦ મિલીમીટર જાડાઈ ધરાવે છે. ૪૨૫ મીટર લાંબા વિરારના બુલેટ ટ્રેનના સ્ટેશનનાં બે લેવલ હશે
બુલેટ ટ્રેનના વિરાર સ્ટેશનનો પહેલો સ્લૅબ નખાયો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ મુંબઈ-અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનના કામે છેલ્લા કેટલાક સમયમાં જોર પકડ્યું છે ત્યારે ગઈ કાલે વિરાર સ્ટેશનમાં બાંધવામાં આવી રહેલા ૯ સ્લૅબમાંથી પહેલા સ્લૅબનું કામ પૂરું થયું હતું. આ સ્લૅબ ૫૦ મીટર લાંબો, ૩૫.૩૨ મીટર પહોળો અને ૩૦૦ મિલીમીટર જાડાઈ ધરાવે છે. ૪૨૫ મીટર લાંબા વિરારના બુલેટ ટ્રેનના સ્ટેશનનાં બે લેવલ હશે.


