Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોસ્ટલ રોડની ટનલમાં થયો પહેલો ઍક્સિડન્ટ : દીવાલ સાથે અથડાઈ કાર

કોસ્ટલ રોડની ટનલમાં થયો પહેલો ઍક્સિડન્ટ : દીવાલ સાથે અથડાઈ કાર

05 April, 2024 07:26 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરલીથી મરીન ડ્રાઇવ તરફ જઈ રહેલી બ્લૅક કલરની ટોયોટા કાર ટનલમાં ક્રૉસ પૅસેજ પાંચની દીવાલ સાથે અથડાઈ હતી

દીવાલ સાથે અથડાયેલી કારની તસવીર

દીવાલ સાથે અથડાયેલી કારની તસવીર


મુંબઈના સૌપ્રથમ કોસ્ટલ રોડમાં ગઈ કાલે બપોરે ૧૨.૩૭ વાગ્યે પહેલો ઍક્સિડન્ટ થયો હતો. વરલીથી મરીન ડ્રાઇવ તરફ જઈ રહેલી બ્લૅક કલરની ટોયોટા કાર ટનલમાં ક્રૉસ પૅસેજ પાંચની દીવાલ સાથે અથડાઈ હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આપેલી માહિતી મુજબ ટનલમાં કારનો ઍક્સિડન્ટ થયો હોવાનો કૉલ પ્રિયદર્શિની પાર્ક કન્ટ્રોલ-રૂમમાં ૧૨.૪૨ વાગ્યે આવ્યા બાદ તરત જ રેસ્ક્યુ ટીમ રવાના કરવામાં આવી હતી. ચાર મિનિટમાં ટોઇંગ વૅન ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાર ચલાવી રહેલી વ્યક્તિએ કહ્યું હતું કે ટનલમાં કાર પ્રવેશી ત્યારે ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં હતી. સ્ટિયરિંગ લૂઝ હોવાથી નિયંત્રણ છૂટી જતાં કાર ટનલની દીવાલ સાથે અથડાઈને ઊભી રહી ગઈ હતી. કારમાં એ સમયે પાછળની સીટમાં બે લોકો હતા. આ ઘટનામાં કોઈને ઈજા નથી થઈ, પણ કારને ઘણું નુકસાન થયું હોવાનું જણાયું હતું. ૧.૨૯ વાગ્યે કારને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ રસ્તો ક્લિયર થઈ ગયો હતો.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

05 April, 2024 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK