બિઝનેસ-ટ્રિપ ટૂંકાવીને ટ્રેનની ટિકિટ કન્ફર્મ ન થઈ તો દિલ્હીથી ફ્લાઇટમાં મુંબઈ પહોંચ્યા
ભાવેશ ધનેચા
વિરાર-વેસ્ટના એમબી એસ્ટેટમાં રહેતા ભાવેશ ધનેચાની એક મહિનાની બિઝનેસ-ટ્રિપ હતી, પરંતુ એ ટૂંકાવીને મતદાન કરવા માટે ગઈ કાલે સવારે દિલ્હીથી ફ્લાઇટમાં મુંબઈ આવ્યા હતા. ટ્રેનની ટિકિટ કઢાવી હતી, પરંતુ એ કન્ફર્મ ન થતાં ફ્લાઇટમાં આવ્યા અને સીધા મતદાન-કેન્દ્ર પહોંચ્યા હતા.



