દીકરા ઈલૉને બર્થ-ડે પર મમ્મીને ફ્લાવર્સ મળે એવી વ્યવસ્થા કરી હતી. ભૂતપૂર્વ સુપરમૉડલ મે મસ્ક તેના પુસ્તક ‘અ વુમન મેક્સ અ પ્લાન’ની હિન્દી આવૃત્તિને લૉન્ચ કરવા ભારત આવી છે.
ઈલૉન મસ્કની મમ્મીએ જૅકલિન ફર્નાન્ડિસ સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યાં
દુનિયાના સૌથી ધનવાન માણસ ઈલૉન મસ્કની ૭૭ વર્ષની મમ્મી મે મસ્ક ભારતમાં છે અને ગઈ કાલે તેણે મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કર્યાં હતાં. સિદ્ધિવિનાયક મંદિરમાં તેની સાથે બૉલીવુડની ઍક્ટ્રેસ જૅકલિન ફર્નાન્ડિસ પણ હતી. ૧૯ એપ્રિલે મે મસ્કની ૭૭મી વર્ષગાંઠ હતી એ પણ તેણે મુંબઈમાં જ ઊજવી હતી. દીકરા ઈલૉને બર્થ-ડે પર મમ્મીને ફ્લાવર્સ મળે એવી વ્યવસ્થા કરી હતી. ભૂતપૂર્વ સુપરમૉડલ મે મસ્ક તેના પુસ્તક ‘અ વુમન મેક્સ અ પ્લાન’ની હિન્દી આવૃત્તિને લૉન્ચ કરવા ભારત આવી છે.


