Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૬૦ મતદારોને તેમનો મતદાનનો અધિકાર અપાવવા ભોર કિલ્લા પર કર્મચારીઓનું કપરું ચડાણ

૧૬૦ મતદારોને તેમનો મતદાનનો અધિકાર અપાવવા ભોર કિલ્લા પર કર્મચારીઓનું કપરું ચડાણ

Published : 07 February, 2026 10:26 AM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે રાજ્યમાં ૧૨ જિલ્લાપરિષદો અને ૧૨૫ પંચાયત સમિતિઓની ચૂંટણી

સાધનસામગ્રી સાથે સજ્જ ચૂંટણી-અધિકારીઓ ભોર કિલ્લા પર ચડીને મતદાનમથક પર પહોંચ્યા હતા

સાધનસામગ્રી સાથે સજ્જ ચૂંટણી-અધિકારીઓ ભોર કિલ્લા પર ચડીને મતદાનમથક પર પહોંચ્યા હતા


આજે રાજ્યમાં ૧૨ જિલ્લાપરિષદો અને ૧૨૫ પંચાયત સમિતિઓની ચૂંટણી યોજાશે. ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ગઈ કાલે પુણેમાં સૌથી ઊંચા ભોર તાલુકાના રાયરેશ્વર કિલ્લા પર ચડીને રાયરેશ્વર મતદાનમથક સુધી ચૂંટણી-અધિકારીઓ પહોંચ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજે ૧૬૪૫ની ૨૭ એપ્રિલે ૧૬ વર્ષની ઉંમરે પુણેના ભોર તાલુકાના રાયરેશ્વરના પ્રાચીન મંદિરમાં પોતાના ભાઈઓ સાથે હિન્દવી સ્વરાજ્યના શપથ લીધા હતા. આજે મતદારો પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે એ માટે કર્મચારીઓ ભારે મહેનતે પોતાની ફરજ પૂરી કરવા અહીં પહોંચ્યા હતા. રાયરેશ્વર મતદાનમથક ૧૬૦ મતદારો માટે ઊભું કરવામાં આવ્યું છે. ભોરથી ૪૨ કિલોમીટર દૂર આવેલા આ મતદાનમથક સુધી પહોંચવા માટે રાયરેશ્વરની તળેટીથી એક કલાક ચાલીને અને લોખંડની સીડીનો ઉપયોગ કરીને મતદાનમથક સુધી પહોંચી શકાય છે.  


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 10:26 AM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK