Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઠાકરે અને રાઉતના કહેવા પર થયો હતો મનોહર જોશીના ઘરે હુમલો? શિવસેના વિધેયકનો દાવો

ઠાકરે અને રાઉતના કહેવા પર થયો હતો મનોહર જોશીના ઘરે હુમલો? શિવસેના વિધેયકનો દાવો

Published : 12 September, 2023 09:50 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Maharashtra News: એકનાથ શિંદે જૂથના વિધેયક સદા સરવણકરે એક મોટો દાવો કરતા કહ્યું, તેમને સીએમ મનોહર જોશીના ઘરે હુમલો કરવા માટે તેમની પાર્ટીના નેતાઓ ઉદ્ધવ ઠાકે અને સંજય રાઉતે ઉશ્કેર્યા હતા.

સંજય રાઉત (ફાઈલ તસવીર)

સંજય રાઉત (ફાઈલ તસવીર)


Maharashtra News: એકનાથ શિંદે જૂથના વિધેયક સદા સરવણકરે એક મોટો દાવો કરતા કહ્યું, તેમને સીએમ મનોહર જોશીના ઘરે હુમલો કરવા માટે તેમની પાર્ટીના નેતાઓ ઉદ્ધવ ઠાકે અને સંજય રાઉતે ઉશ્કેર્યા હતા.


Shiv Sena MLA Sada Saravankar Claim: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના ધારાસભ્ય સદા સરવણકરે એક વાયરલ વીડિયોમાં દાવો કર્યો છે કે તેમને 2009માં પૂર્વ સીએમ મનોહર જોશીના ઘરે હુમલો કરવા માટે તેમની પાર્ટીના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે ઉશ્કેર્યા હતા. તો સરવણકરના આક્ષેપ પર ટિપ્પણી કરવા માટે ઠાકરે જૂથ અથવા રાઉતમાંથી કોઈપણ ઉપલબ્ધ નહોતા. સરવણકરે જાહેર રીતે એક સાર્વજનિક સમારોહમાં સંબોધન દરમિયાન આ ટિપ્પણી કરી.



સરવણકરનો મોટો દાવો
PTIના સમાચાર પ્રમાણે, વીડિયોમાં માહિમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સરવણકરે દાવો કર્યો હતો કે મુંબઈના શિવાજી પાર્ક વિસ્તારમાં જોશીના નિવાસસ્થાન પર સપ્ટેમ્બર 2009માં રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેનાના કેટલાક કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે સરવણકરને ટિકિટ નકારવામાં આવી હતી. “ઉદ્ધવ ઠાકરેએ મને જોશીના નિવાસસ્થાન પર હુમલો કરવાનું કહ્યું હતું કારણ કે જોશીએ મારી ટિકિટનો વિરોધ કર્યો હતો. હું મારા કાર્યકરો સાથે નીકળ્યો કે તરત જ મને સંજય રાઉતનો ફોન આવ્યો અને તેણે મને પેટ્રોલ લેવા માટે સૂચના આપી.


શું કહ્યું સરવણકરે?
TOIના એક રિપૉર્ટ પ્રમાણે, ધારાસભ્ય સરવણકર કોલ્હાપુરમાં એક પાર્ટીની બેઠકમાં બોલી રહ્યા હતા. સરવણકરે કહ્યું, "અમે પાગલ શિવસૈનિક હતા. અમે માત્ર માતોશ્રીના આદેશનું પાલન કર્યું. જ્યારે અમે જોશીના 13મા માળના ઘરે પહોંચ્યા તો કેટલીક મીડિયા ચેનલ સાથે 15-20 શિવસૈનિક ત્યાં હાજર હતા. પરંતુ મેં કહ્યું કે આપણી પાસે માતોશ્રીનો આદેશ છે અને આપણે તેની સાથે આગળ વધવું પડશે." બીજા દિવસે, તેમણે મને મીડિયાના અહેવાલો બતાવ્યા કે મેં જોશીના ઘર પર હુમલો કર્યો હતો, અને હવે હું ચૂંટણી જીતી શકીશ નહીં. મેં તેમને કહ્યું કે મેં આદેશનું પાલન કર્યું છે. પરંતુ ઉદ્ધવ ચાલ્યા ગયા, આ રીતે તેઓ શિવસૈનિકોને ફસાવે છે."

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના ધારાસભ્ય સદા સરવણકરે દાવો કર્યો છે કે તેમને તેમની પાર્ટીના નેતાઓ ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે 2009માં પૂર્વ સીએમ મનોહર જોશીના ઘર પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા.


મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથની શિવસેનાના ધારાસભ્ય સદા સરવણકરે ખુલાસો કર્યો છે કે 2000માં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીના ઘરે થયેલા હુમલા સાથે જોડાયેલું છે. સરવણકરનો દાવો છે કે તે સમય તેમની ટિકિટ ઉદ્ધવ ઠાકરેએ કાપી હતી. પણ આનો દોષ મનોહર જોશી પર નાખી દીધો. પછી સંજય રાઉતે તેમને મનોહર જોશીના ઘરે હુમલો કરવા કહ્યું.

23 વર્ષ જૂની ઘટનાને લઈને સરવણકરે આ ખુલાસો કોલ્હાપુરમાં જનસંપર્ક દરમિયાન કર્યો. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે 12 સપ્ટેમ્બર 2023ના વાતચીતમાં તેમણે આ વાતની પુષ્ટિ કરી. તેમનો દાવો છે કે ટિકિટ માટે શિવસેનાના શીર્ષ નેતૃત્વએ તેમની પાસેથી કરોડો રૂપિયાની માગ પણ કરી હતી. સાથે જ આરોપ પણ મૂક્યો કે ઉદ્ધવ ઠાકરે પોતાના ધારાસભ્યોનું મોં પણ નથી જોતાં.

સદા સરવણકરે ANIને જણાવ્યું કે તેઓ 2 દિવસ પહેલા જ લોકસંપર્ક માટે કોલ્હાપુર ગયા હતા. દરમિયાન કેટલાક લોકોએ તેમને શિવાજી પાર્કમાં મનોહર જોશીના ઘર પર હુમલાનું કારણ પૂછ્યું હતું. સરવણકરે તેમને કહ્યું કે ટિકિટ આપવી કે નહીં એ બાળાસાહેબ ઠાકરેના હાથમાં છે. પરંતુ વર્ષ 2000માં ઉદ્ધવ ઠાકરેએ એક ષડયંત્ર દ્વારા તેમની ટિકિટ રદ કરી હતી. મનોહર જોશી પર આનો આરોપ હતો.

શિંદે જૂથના વિધાનસભ્યના જણાવ્યા અનુસાર ટિકિટ ન મળવાથી નારાજ તેઓ તેમના ઘણા સમર્થકો સાથે માતોશ્રી પહોંચ્યા હતા. અહીં ઉદ્ધવ ઠાકરે અને રાહુલ નાર્વેકરે તેમને કહ્યું કે તેમની ટિકિટ મનોહર જોશીએ કેન્સલ કરી છે. તેઓ તેમના સમર્થકો સાથે જોશીના ઘરે જઈ રહ્યા હતા. સરવંકરનો દાવો છે કે આ દરમિયાન સંજય રાઉતે તેમને ફોન કર્યો હતો. કથિત રીતે રાઉતે તેને કહ્યું હતું કે, “જો તમે ઘરે જઈ રહ્યા છો, તો તેમને છોડશો નહીં. નજીકમાં પેટ્રોલ પંપ છે, ઘર સળગાવી દો. સરવણકરનો દાવો છે કે આ સૂચનાને પગલે મનોહર જોશીના ઘર પર હુમલો થયો હતો.

સરવણકર કહે છે કે હુમલાના બીજા દિવસે તેમને માતોશ્રી પર બોલાવવામાં આવ્યા હતા. પછી ઉદ્ધવ ઠાકરેએ તેમના પર હિંસાનો આરોપ લગાવ્યો અને બાંદેકરને ટિકિટનો ઓર્ડર આપ્યો. શિંદે જૂથના વિધાનસભ્યએ કહ્યું છે કે જો તેમને ટિકિટ ન આપવામાં આવી હોય તો પણ ઉદ્ધવ ઠાકરેએ મનોહર જોશી વિરુદ્ધ આ રીતે કામ ન કરવું જોઈતું હતું, જેમના નેતૃત્વમાં તેમણે 30-35 વર્ષ કામ કર્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સદા સરવણકરે આરોપ લગાવ્યો હતો કે શિવસેનાના ટોચના નેતૃત્વ દ્વારા તેમની પાસેથી વિધાનસભાની ઉમેદવારી માટે 10 કરોડ રૂપિયાની પણ માંગ કરવામાં આવી હતી. સરવંકરના જણાવ્યા મુજબ, ઉદ્ધવ ઠાકરે તેમના ધારાસભ્યોને જોવા પણ માંગતા ન હતા, તેથી ઘણા શિવસૈનિકો આપોઆપ એકનાથ શિંદેના જૂથમાં જોડાયા.

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2023 09:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK