BJPના નેતાઓ મતદારોમાં પૈસા વહેંચીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા આરોપ સાથે નીલેશ રાણેએ BJPના પદાધિકારીના ઘરે જઈને છાપો માર્યો હતો
એકનાથ શિંદે, નારાયણ રાણે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નીતેશ રાણે અને શિવસેના (એકનાથ શિંદે)ના નીલેશ રાણે બન્ને સગા ભાઈ વચ્ચેનો રાજકીય વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. આવા સમયમાં રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે ગઈ કાલે માલવણમાં આયોજિત સભામાં ભાષણ આપતાં પહેલાં નારાયણ રાણેને તેમના ઘરે જઈને મળ્યા હતા. એ વખતે તેમની સાથે નીલેશ રાણે પણ હતા.
BJPના નેતાઓ મતદારોમાં પૈસા વહેંચીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા આરોપ સાથે નીલેશ રાણેએ BJPના પદાધિકારીના ઘરે જઈને છાપો માર્યો હતો. આ ઘટનાને લીધે આ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો અને BJPના પદાધિકારીએ નીલેશ રાણે વિરુદ્ધ ઘરમાં ટ્રેસપાસિંગ-ઘૂસણખોરીની ફરિયાદ કરતાં તેમની સામે પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.


