વિવિધ અકાઉન્ટમાંથી ૬૩ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન શોધી કાઢવામાં આવ્યાં હતાં
ફાઇલ તસવીર
અશોક ખરાત સામે મની-લૉન્ડરિંગની તપાસ સંદર્ભે પાડવામાં આવેલા દરોડા દરમ્યાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ નોટબંધીના સમયગાળા સાથે સંકળાયેલાં શંકાસ્પદ ટ્રાન્ઝૅક્શન શોધી કાઢ્યાં છે.
એજન્સીએ નાશિકના સિન્નરમાં એક સહકારી ક્રેડિટ સોસાયટીમાં ખરાત સાથે સંકળાયેલાં બત્રીસથી વધુ બૅન્ક-ખાતાંઓ સાથે સંકળાયેલી મની-ટ્રેઇલની ઓળખ કરી લીધી હતી. ૨૦૧૬માં નોટબંધી દરમ્યાન જ્યારે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી ત્યારે આ ખાતાંઓમાં લગભગ ૧.૮૬ કરોડ રૂપિયા રોકડા જમા કરાવવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ખાતાંઓમાં ઉપલબ્ધ રકમને પછીથી ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં કન્વર્ટ કરવામાં આવી હતી. વિવિધ અકાઉન્ટમાંથી ૬૩ કરોડ રૂપિયાનાં ટ્રાન્ઝૅક્શન શોધી કાઢવામાં આવ્યાં હતાં.
