Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > રણચંડી બનેલી મહિલાએ કરી દારૂડિયાની ભરરસ્તે ધુલાઈ

રણચંડી બનેલી મહિલાએ કરી દારૂડિયાની ભરરસ્તે ધુલાઈ

28 March, 2022 11:25 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે રાતની ઘટનામાં વારંવાર કહ્યા બાદ પણ પાર્લરની બહાર ન નીકળતાં બહાર આવીને જાહેરમાં ગદડાપાટું મારીને તેનો નશો ઉતાર્યો : ધુલાઈનો વિડિયો વાઇરલ થયો

ડોમ્બિવલીમાં દારૂડિયાની મારપીટ કરી રહેલી મહિલા

ડોમ્બિવલીમાં દારૂડિયાની મારપીટ કરી રહેલી મહિલા


ડોમ્બિવલીમાં એક વિસ્તારમાં એક મહિલા જાહેરમાં રસ્તાની વચ્ચે એક માણસને ગદડાપાટું મારતી હોવાનો વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો. જાણવા મળ્યું હતું કે દારૂના નશામાં માર ખાનારો માણસ શનિવારે મોડી સાંજે બ્યુટીપાર્લરમાં ઘૂસી ગયો હતો. અંદર કામ કરી રહેલી મહિલાએ તેને બહાર જવાનું કહ્યા બાદ પણ તે જતો નહોતો એટલે મહિલા ઉગ્ર રૂપ ધારણ કરીને પેલા વ્યક્તિ પર તૂટી પડી હતી. બ્યુટીપાર્લરની બહાર નીકળી ગયા બાદ પણ મહિલાએ પેલાને જોરદાર મેથીપાક ચખાડ્યો હોવાનું વિડિયોમાં જણાય છે.

ડોમ્બિવલીમાં એક મહિલા જાહેરમાં એક દારૂડિયા પર તૂટી પડી હોવાનો વિડિયો ગઈ કાલે વાઈરલ થયો હતો. કહેવાય છે કે શનિવારે રાત્રે ચિક્કાર દારૂ પીધા બાદ એક માણસ બ્યુટીપાર્લરમાં ઘૂસી ગયો હતો. મહિલાએ તેને બહાર જવા અનેક વખત વિનંતી કરી હોવા છતાં તે જવાનું નામ નહોતો લેતો.



ગુસ્સે ભરાયેલી આ મહિલાએ ધક્કા મારીને દારૂડિયાને બ્યુટીપાર્લરની બહાર કાઢ્યો હતો. એટલાથી તેનો આક્રોશ ઓછો ન થતાં તેણે રસ્તામાં બેસી ગયેલા દારૂડિયા પર ગડદાપાટુંનો વરસાદ વરસાવ્યો હતો. રણચંડી બનેલી મહિલાનો આક્રોશ જોઈને કોઈ વચ્ચે નહોતું પડ્યું. જોકે આ મામલો પોલીસમાં નોંધાયો નથી એટલે આ બનાવ કયા વિસ્તારનો છે અને મારપીટ કરનારી મહિલા કોણ છે એ જાણી નહોતું શકાયું.


વસઈમાં કિશોરીનો વિનયભંગ કરનારાની ધુલાઈ

વસઈના વાલિવ વિસ્તારમાં ગઈ કાલે સવારે દસ વાગ્યે લોકોએ ૧૦ વર્ષની એક બાળકીનો વિનયભંગ કરનારા ૨૪ વર્ષના એક યુવકની જોરદાર મારપીટ કરી હતી. લોકો આરોપીને મારતા-મારતા વાલિવ પોલીસ સ્ટેશન લઈ ગયા હોવાનો વિડિયો પણ ગઈ કાલે વાઇરલ થયો હતો. વાલિવ પોલીસે નૂરહુલ્લા અશરફ શેખ નામના મદરસાના કૅરટેકર સામે પોસ્કો અંતર્ગત ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ પીડિત બાળકી સવારના ૧૦ વાગ્યે એક દુકાનમાં છુટ્ટા રૂપિયા લેવા ગઈ હતી ત્યારે દુકાનની બાજુમાં ઊભેલો આરોપી છુટ્ટા રૂપિયા આપવાના બહાને બાળકીને નજીકના કબ્રસ્તાનમાં લઈ ગયો હતો. અહીં તેણે બાળકીનો હાથ ચૂમવાની સાથે શારીરિક અડપલાં કર્યાં હતાં જે લોકોએ જોયા બાદ બધા તેના પર તૂટી પડ્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2022 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK