હાજર મહિલાની મોટી દીકરીએ વિડિયો લીધો હતો જેમાં આખો કિસ્સો રેકૉર્ડ થયો હતો. પરિસ્થિતિ વધુ વણસતાં મોટી દીકરી અને બીજા લોકોએ વચ્ચે પડીને બાળકીને બચાવી હતી.
માત્ર સાડાચાર વર્ષની પોતાની દીકરી પર હેવાન બનીને તૂટી પડેલી મમ્મીનો વિડિયો સોમવારે વાઇરલ થયો
માત્ર સાડાચાર વર્ષની પોતાની દીકરી પર હેવાન બનીને તૂટી પડેલી મમ્મીનો વિડિયો સોમવારે વાઇરલ થયો હતો. વિડિયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે એક મમ્મી તેની દીકરીને સ્ટીલના ચમચા વડે ફટકારી રહી હતી. આટલેથી એનું ઝનૂન શાંત ન થતાં તે બાળકીને જમીન પર પાડીને તેને લાતો મારવા લાગી અને તેના પર પગ મૂકીને ઊભી રહી ગઈ હતી. ત્યાં હાજર મહિલાની મોટી દીકરીએ વિડિયો લીધો હતો જેમાં આખો કિસ્સો રેકૉર્ડ થયો હતો. પરિસ્થિતિ વધુ વણસતાં મોટી દીકરી અને બીજા લોકોએ વચ્ચે પડીને બાળકીને બચાવી હતી.
પોલીસને ઘટનાની જાણ થતાં આ મહિલાની ધરપકડ કરી છે. આ મહિલાની ઓળખ દિવામાં રહેતી ૨૮ વર્ષની યશોદા તરીકે થઈ છે. જમવાનું બનાવવાની બાબતે ગુસ્સે થયેલી યશોદાએ આ કૃત્ય કર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. બાળકીની દાદીએ તેની મમ્મી વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અત્યારે યશોદાની અટકાયત કરી છે તેમ જ બાળકીને ઉલ્હાસનગરની મહિલા અને બાળકલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે.

