અમારી સરકારે આવા કોઈ આદેશ આપ્યા નથી. જોકે આપણે લોકોની ભાવનાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આમાંથી શું રસ્તો નીકળી શકે એ માટે અમે પ્રયત્ન કરીશું.
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)
રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પ્રધાનમંડળની બેઠક પત્યા બાદ કહ્યું હતું કે નાંદણીની હાથણી (મહાદેવી માધુરી) અને કબૂતરખાના બાબતે સર્વમાન્ય એવો ઉકેલ લાવવા માટે અમે આજે બેઠક બોલાવી છે. આ બન્ને ઘટનાઓ બાબતે કોર્ટે આદેશ આપ્યા છે, અમારી સરકારે આવા કોઈ આદેશ આપ્યા નથી. જોકે આપણે લોકોની ભાવનાને પણ ધ્યાનમાં લેવી જોઈએ. આમાંથી શું રસ્તો નીકળી શકે એ માટે અમે પ્રયત્ન કરીશું. અમે આ બાબતે અભ્યાસ કર્યો છે છતાં અમે આજે આ બાબતે સંબંધિત લોકો સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું.’


