Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Dawood Ibrahimએ પાકિસ્તાની મહિલા સાથે કર્યા લગ્ન! અહીં છે સમગ્ર પરિવારની માહિતી

Dawood Ibrahimએ પાકિસ્તાની મહિલા સાથે કર્યા લગ્ન! અહીં છે સમગ્ર પરિવારની માહિતી

17 January, 2023 03:59 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ ખુલાસો દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)ના ભત્રીજા અને દાઉદની બહેન હસીના પારકરના પુત્ર અલીશાહે કર્યો છે.

દાઉદ ઇબ્રાહિમ

દાઉદ ઇબ્રાહિમ


અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. વાસ્તવમાં દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં એક પઠાણ મહિલા સાથે લગ્ન કર્યા છે. આ ખુલાસો દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા અને દાઉદની બહેન હસીના પારકરના પુત્ર અલીશાહે કર્યો છે. નોંધનીય છે કે રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ દાઉદ ઈબ્રાહિમ અને તેના નજીકના સહયોગીઓ વિરુદ્ધ આતંકવાદી ફંડિંગના મામલામાં કેસ નોંધ્યો છે. આ સાથે NIAએ આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરી છે. તપાસ દરમિયાન NIAએ અલીશાહ પારકરનું નિવેદન નોંધ્યું છે. આ દરમિયાન અલીશાહે દાઉદ ઈબ્રાહિમ અને તેના પરિવાર વિશે સંપૂર્ણ માહિતી આપી હતી.

મોટા નેતાઓ પર હુમલો કરવાની તૈયારી



અલીશાહે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો છે કે દાઉદ ઈબ્રાહિમ દેશના મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે અને આ માટે તેણે એક ખાસ ટીમ પણ બનાવી છે. દાઉદના લોકો ભારતના મોટા શહેરોમાં હિંસા ભડકાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. અલીશાહે એ પણ જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમનું સરનામું પાકિસ્તાનના કરાચીમાં બદલાઈ ગયું છે અને હવે તે કરાચીના ડિફેન્સ વિસ્તારમાં રહે છે.


દાઉદના આખા પરિવારની કુંડળી ખુલી

NIAની પૂછપરછમાં અલીશાહે ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના સમગ્ર પરિવારની કુંડળી જણાવી છે. અલીશાહે જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમને ચાર ભાઈ અને ચાર બહેનો છે. દાઉદે સૌને કહ્યું છે કે તેણે તેની પ્રથમ પત્ની મહજબીનને છૂટાછેડા આપીને ફરીથી લગ્ન કર્યા છે પરંતુ અલીશાહે ખુલાસો કર્યો છે કે દાઉદે મહજબીનને છૂટાછેડા આપ્યા નથી. અલીશાહે જણાવ્યું કે તે ગયા વર્ષે જુલાઈમાં દુબઈમાં મહજબીનને મળ્યો હતો.


આ પણ વાંચો: શું ભારત પર ફરી આતંકી હુમલો કરાવવાની તૈયારીમાં છે દાઉદ?, NIAએ ચાર્જશીટમાં કહ્યું આવું

ANIના અહેવાલ મુજબ અલીશાહે જણાવ્યું કે દાઉદ ઈબ્રાહીમ, તેનો ભાઈ અનીસ ઈબ્રાહીમ શેખ અને બહેન મુમતાઝ રહીમ ફકી કરાચીના ડિફેન્સ વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. અલીશાહે જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમનું ઘર પાકિસ્તાનમાં અબ્દુલ્લા ગાઝી બાબાની દરગાહની પાછળ આવેલું છે. અલીશાહે જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમ પરિવારમાં કોઈના સંપર્કમાં નથી.

અલીશાહના નિવેદન મુજબ દાઉદ ઈબ્રાહિમના પરિવારમાં તેની પત્ની મહજબીન, 3 પુત્રીઓ મારુખ, મેહરીન અને મજિયા છે. મારુખે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદના પુત્ર જુનૈદ સાથે લગ્ન કર્યા છે. દાઉદ ઈબ્રાહિમને એક પુત્ર પણ છે જેનું નામ મોહિન નવાઝ છે. દાઉદ ઈબ્રાહિમની બીજી પત્ની પાકિસ્તાની પઠાણ મહિલા છે.

દાઉદનો ભાઈ સાબીર ઈબ્રાહિમ કાસકર 1983-84માં મુંબઈમાં ગેંગ વોરમાં માર્યો ગયો હતો. સાબીરની પત્નીનું નામ શહનાઝ છે, જેને બે બાળકો છે, પુત્ર શિરાઝ અને પુત્રી શાઝિયા. પાકિસ્તાનમાં કોરોના મહામારી દરમિયાન વર્ષ 2020માં શિરાઝનું મૃત્યુ થયું હતું. જ્યારે શાઝિયા તેના પતિ મોઅઝ્ઝમ ખાન સાથે આગ્રીપાડા વિસ્તારમાં રહે છે. મોઝ્ઝમ ખાન રિયલ એસ્ટેટ એજન્ટ છે.

દાઉદનો બીજો ભાઈ નૂરા ઈબ્રાહિમ કાસકર 7-8 વર્ષ પહેલા પાકિસ્તાનમાં મૃત્યુ પામ્યો હતો. તેની પહેલી પત્ની શફીકાનું પણ અવસાન થયું છે. શફીકાને સબા નામની પુત્રી છે અને તે પાકિસ્તાનમાં રહે છે. નૂરાએ પાકિસ્તાની મહિલા રેશ્મા સાથે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: જેનો ચૅરમૅન દાઉદ સાથે લિન્ક ધરાવે છે એ સોસાયટીનું ઑડિટ કરવાનો આદેશ

દાઉદ ઈબ્રાહિમનો ભાઈ ઈકબાલ કાસકર છેલ્લા 5 વર્ષથી થાણેની જેલમાં બંધ છે. ઈકબાલની પત્ની રિઝવાના દુબઈમાં રહે છે અને તેને 5 બાળકો છે. પુત્રી હાફસા, દુબઈ, પુત્રી ઝારા, સ્પેન, પુત્રી આયમાન તેની માતા સાથે દુબઈમાં રહે છે. ઈકબાલનો પુત્ર રિઝવાન મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે અને બીજો પુત્ર અબાન દુબઈમાં રહે છે.

ચોથો ભાઈ અનીસ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં રહે છે અને તેની પત્નીનું નામ તહસીન છે. અનીસને પાંચ બાળકો છે, જેમાં ત્રણ દીકરીઓ શમીમ, યાસ્મીન અને આનાનો સમાવેશ થાય છે. ત્રણેય પરિણીત છે. અનીસને બે પુત્રો છે, ઈબ્રાહિમ અને મેહરાન. ઈબ્રાહિમે એક પાકિસ્તાની છોકરી સાથે લગ્ન કર્યા છે અને મેહરાન લંડનમાં અભ્યાસ કરી રહી છે અને હજુ લગ્ન કર્યા નથી.

મુસ્તકીન ઈબ્રાહિમ કાસકરની પત્નીનું નામ સીમા છે અને તેમને બે પુત્રીઓ સહર અને અમીના છે. સહર તેના પતિ સાથે લખનૌમાં રહે છે. જ્યારે અમીનાએ હજુ લગ્ન કર્યા નથી અને તે દુબઈમાં કાયદાનો અભ્યાસ કરે છે. હુમાયુ ઈબ્રાહીમ કાસકરનું 4-5 વર્ષ પહેલા અવસાન થયું છે. હુમાયુની પત્નીનું નામ શાહીન છે અને તેને બે પુત્રીઓ છે. જેમના નામ મારિયા અને સમિયા છે. બંને કરાચીમાં રહે છે અને બંનેએ હજુ લગ્ન કર્યા નથી.

આ પણ વાંચો: કહાની દાઊદની બહેન હસીનાની, જુઓ તસવીરો સાથે

દાઉદની બહેનો વિશે અલીશાહે જણાવ્યું કે દાઉદની મોટી બહેન સૈદા હસન મિયાં વાઘલેના લગ્ન હસન મિયાં સાથે થયા હતા અને બંનેનું અવસાન થયું છે. બંનેને પુત્રીઓ નજમા અને પિંકી અને બે પુત્રો સાજીદ અને સમીર છે.

દાઉદની બીજી બહેન હસીના ઈબ્રાહીમ પારકરના લગ્ન ઈબ્રાહીમ પારકર સાથે થયા હતા. બંનેને બે પુત્રો દાનિશ અને અલીશાહ છે. હસીના અને તેના પતિ ઈબ્રાહિમનું અવસાન થયું છે.

દાઉદની બીજી બહેન ઝૈબુતના લગ્ન હામિદ અંતુલે સાથે થયા હતા. બંનેને બે પુત્રો છે, જેમના નામ સાબીર અને હુસૈન અને પુત્રી સઇદા છે. આ તમામ દુબઈમાં રહે છે. જ્યારે ફરઝાનાના લગ્ન સઈદ તુંગેકર સાથે થયા હતા. બંનેને બે પુત્રો જુનૈદ અને મોહમ્મદ અલી છે. બંનેને બે દીકરીઓ સાહિલા અને ઈરમ છે. મુમતાઝ રહીમ ફકીના લગ્ન રહીમ ફકી સાથે થયા છે. રહીમ ફકી જેજે શૂટઆઉટ કેસમાં વોન્ટેડ છે. બંનેને બે પુત્રો અનિક અને શમી અને પુત્રી ઝૈનબ છે.

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2023 03:59 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK