Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શું ભારત પર ફરી આતંકી હુમલો કરાવવાની તૈયારીમાં છે દાઉદ?, NIAએ ચાર્જશીટમાં કહ્યું આવું

શું ભારત પર ફરી આતંકી હુમલો કરાવવાની તૈયારીમાં છે દાઉદ?, NIAએ ચાર્જશીટમાં કહ્યું આવું

08 November, 2022 01:00 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

NIAએ જણાવ્યું છે કે દાઉદ (Dawood) અને તેમના સહયોગી છોટા શકીલ એકવાર ફરી ભારત પર આતંકી હુમલો કરાવવાની તૈયારીમાં છે.

દાઉદ ઇબ્રાહિમ

દાઉદ ઇબ્રાહિમ


રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)એ ટેરર ફડિંગ મામલાને લઈ પોતાની ચાર્જશીટમાં મોટો ખુલાસો કર્યો છે. NIAએ જણાવ્યું છે કે દાઉદ (Dawood) અને તેમના સહયોગી છોટા શકીલ એકવાર ફરી ભારત પર આતંકી હુમલો કરાવવાની તૈયારીમાં છે. NIA અનુસાર દાઉદે આના માટે  પાકિસ્તાનથી દુબઈના માર્ગે સુરત અને પછી મુંબઈ (Mumbai) 25 લાખ રૂપિયા મોકલ્યા છે. આ રૂપિયા આરિફ શેખ અને શબ્બીર શેખને મોકલવામાં આવ્યાં છે. 

સાક્ષી સુરત સ્થિત હવાલા ઓપરેટર છે જેની ઓળખ સુરક્ષાના કારણોસર ગુપ્ત રાખવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે રાશિદ મારફાની ઉર્ફે રાશિદ ભાઈ દુબઈમાં વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલના પૈસા ભારત મોકલવા હવાલા મની ટ્રાન્સફરનું કામ સ્વીકારતા હતા.



આ પણ વાંચો:છાવલા રેપ કેસ: પોલીસની ઘોર બેદરકારીને કોર્ટે ચુકાદાનો આધાર બનાવ્યો!


ચાર્જશીટમાં દાઉદ, શકીલ, તેના સાળા સલીમ, આરીફ શેખ અને શબ્બીર શેખના નામ છે. યાદી પ્રમાણે છેલ્લા ત્રણની ધરપકડ કરવામાં આવી છે. NIAએ પોતાની ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે કેવી રીતે આતંકવાદી ગતિવિધિઓ માટે પાકિસ્તાનથી 25 લાખ રૂપિયા ભારતમાં મોકલવામાં આવ્યા હતા. NIAએ દાવો કર્યો હતો કે શબ્બીરે 5 લાખ રૂપિયા રાખ્યા હતા અને બાકીના રૂપિયા આરિફને સાક્ષીની સામે આપ્યા હતા. એનઆઈએએ કહ્યું કે તે નોંધનીય છે કે 9 મે, 2022 ના રોજ શબ્બીરના ઘરની તલાશી દરમિયાન તેની પાસેથી 5 લાખ રૂપિયા મળી આવ્યા હતા.

ડી-કંપની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એનઆઈએની ચાર્જશીટ મુજબ, ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને દેશના મોટા રાજનેતાઓ અને ઘણી મોટી હસ્તીઓ નિશાન બનાવી રહ્યા છે. એટલું જ નહીં, દાઉદે ભારતના જુદા જુદા શહેરોમાં રમખાણો આયોજિત કરવા માટે ડી કંપનીને તગડી રકમ પણ મોકલી હતી. તેમાં ભારતની રાજધાની નવી દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ ટોચની યાદીમાં હતા.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2022 01:00 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK