૧૮૬ ભ્રષ્ટ અધિકારીઓને ટ્રૅપ કરીને લાંચ લેતાં પકડવામાં આવ્યા
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં ૨૦૨૪ના પહેલા ત્રણ મહિનામાં ઍન્ટિ-કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ અને ભ્રષ્ટાચારને લગતા ૧૯૧ કેસ નોંધ્યા છે જેમાં ૧૮૬ લાંચ લેવાના ટ્રૅપ-કેસ, આવક કરતાં વધારે સંપત્તિના ૪ કેસ અને અન્ય એક કેસનો સમાવેશ છે. લૅન્ડ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં સૌથી વધારે ટ્રૅપ-કેસ નોંધાયા છે. ત્યાર બાદ બીજા નંબરે પોલીસ અને રાજ્યમાં વીજળીપુરવઠો પૂરી પાડતી મહાવતિરણ કંપનીના કેસ છે. ૨૦૨૩માં આ જ સમયગાળા દરમ્યાન ૨૨૪ કેસ નોંધાયા હતા.



