પોલીસ કમિશનરે આક્ષેપોની તપાસ કરવા માટે ઍડિશનલ કમિશનર (સાઉથ રિજન) દિલીપ સાવંતની નિમણૂક કરી હતી
ડીસીપી સૌરભ ત્રિપાઠી
કોર્ટે આંગડિયા ખંડણી કેસના આરોપી અને સસ્પેન્ડ કરાયેલા મુંબઈ પોલીસના ભૂતપૂર્વ ડીસીપી સૌરભ ત્રિપાઠીની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે.
ગયા ડિસેમ્બર મહિનામાં આંગડિયા પેઢીએ મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર હેમંત નગરાળેનો સંપર્ક કરીને ઝોન-૨ના તત્કાલીન ડીસીપી સૌરભ ત્રિપાઠીએ તેમને વ્યવસાય ચલાવવાની છૂટ આપવા માટે માસિક ૧૦ લાખ રૂપિયાની માગણી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. પોલીસ કમિશનરે આક્ષેપોની તપાસ કરવા માટે ઍડિશનલ કમિશનર (સાઉથ રિજન) દિલીપ સાવંતની નિમણૂક કરી હતી.
ADVERTISEMENT
દિલીપ સાવંતની ફરિયાદ પર એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ દાખલ કરાઈ હતી, જેને પગલે પોલીસ સ્ટેશનના ત્રણ અધિકારીઓ ઇન્સ્પેક્ટર ઓમ વાંગટે, એપીઆઇ નીતીન કદમ અને પીએસઆઇ સમાધાન જમદાડેની ધરપકડ કરાઈ હતી. તપાસ બાદ ડીસીપીને આરોપી બનાવાયા હતા.
૨૦૧૯ના બૅચના આઇપીએસ અધિકારી સૌરભ ત્રિપાઠી એમબીબીએસ અને એમડી (ડર્મેટોલૉજી) પણ છે અને મુંબઈની નાયર હૉસ્પિટલમાં તેમણે અભ્યાસ કર્યો હતો.

