પરંતુ અદાણીને પાણીના ભાવે અપાઈ રહી છે એવો દાવો કૉન્ગ્રેસે કર્યો હતો. એના વિરોધમાં ‘અદાણી હટાઓ, કુર્લા બચાઓ’નાં પોસ્ટરો લઈને નારા લગાવવામાં આવ્યા હતા.
કુર્લામાં આવેલી મધર ડેરીની જમીન અદાણી ગ્રુપને આપી દેવાના નિર્ણયનો કૉન્ગ્રેસે વિરોધ કર્યો
મહારાષ્ટ્ર સરકારે કુર્લામાં આવેલી મધર ડેરીની જમીન અદાણી ગ્રુપને આપી દેવાના નિર્ણયનો કૉન્ગ્રેસે વિરોધ કર્યો છે. ધારાવીના પુનર્વસન પ્રોજેક્ટ માટે કુર્લાની જમીન પાણીના ભાવે અદાણી ગ્રુપને આપવી યોગ્ય નથી એમ વિરોધ-પ્રદર્શનની આગેવાની કરતાં કૉન્ગ્રેસનાં શહેર અધ્યક્ષ વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું. પુનર્વસન માટે પ્રસ્તાવિત જમીનની કિંમત કરોડો રૂપિયામાં છે, પરંતુ અદાણીને પાણીના ભાવે અપાઈ રહી છે એવો દાવો કૉન્ગ્રેસે કર્યો હતો. એના વિરોધમાં ‘અદાણી હટાઓ, કુર્લા બચાઓ’નાં પોસ્ટરો લઈને નારા લગાવવામાં આવ્યા હતા.

