Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Railwayમાં હવે ટિકિટ તપાસનાર અધિકારીઓ કરશે દંડની ઑનલાઈન વસૂલાત

Mumbai Railwayમાં હવે ટિકિટ તપાસનાર અધિકારીઓ કરશે દંડની ઑનલાઈન વસૂલાત

16 February, 2023 11:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

`કૅશ`ની (Cash or Cashless Both) સાથે જ હવે `કૅશલેસ` દંડ પણ લેવામાં આવે છે. આ જ તર્કથી સેન્ટ્રલ રેલવેના ટિકિટ તપાસનાર પણ (Ticket Collector to Collect fine online also) ઑનલાઈન ફાઈનનું કલેક્શન શરૂ કરશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોંકણ રેલવેએ ટિકિટ તપાસનાર પાસેથી ઑનલાઈન ટિકિટ લેવાનું શરૂ કરી દીધું છે. આથી, `કૅશ`ની (Cash or Cashless Both) સાથે જ હવે `કૅશલેસ` દંડ પણ લેવામાં આવે છે. આ જ તર્કથી સેન્ટ્રલ રેલવેના ટિકિટ તપાસનાર પણ (Ticket Collector to Collect fine online also) ઑનલાઈન ફાઈનનું કલેક્શન શરૂ કરશે. રેલવે ટિકિટ લઈને પ્રવાસ કરનારા પ્રવાસીઓને વધારે સુવિધા આપવા માટે રેલવે દ્વારા મફતમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને અટકાવવા માટે ટિકિટ પરીક્ષણ દળ સ્ટેશન પર તૈનાત છે. 

સાથે જ એક્સપ્રેસ, લોકલમાં પણ ટિકિટ ચેકિંગ ટીમ કામ કરી રહી છે. એવામાં સેન્ટ્રલ રેલવેએ એક મોબાઈલ એપ બનાવવાનું કામ શરૂ કર્યું છે, જેથી વગર ટિકિટે પ્રવાસ કરનાર પ્રવાસીઓ ઑનલાઈન દંડ ભરી શકે. રેલવેના એક વરિષ્ઠ ટિકિટ તપાસનારે જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ આ એપ દરેક ટિકિટ તપાસનાર પાસે આવવા માંડશે.



ટિકિટ નિરીક્ષકોને દંડની રકમ પોતાના વ્યક્તિગત ખાતામાં લેવાની પરવાનગી નથી. આથી આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. તેના માધ્યમથી રેલવે સંબંધિત બેન્ક ખાતામાં દંડની રકમ ભરવામાં આવી શકાશે. મધ્ય રેલવેમાં હાલ 1 હજાર 400 ટિકિટોની તપાસ ચાલી રહી છે અને ઉપનગરીય સ્ટેશનો પર 800 ટિકિટોની તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો : લોકલ ટ્રેનના પૈડામાં આગ લગતા મધ્ય રેલવેનો ટ્રાફિક ખોરવાયો, જુઓ વીડિયો

જો વગર ટિકિટે પ્રવાસ કરનાર ખુદાબક્ષ પાસે દંડની રકમ નથી, તો ટિકિટ નિરીક્ષક હાલના સમયમાં દંડની રકમ પોતાના ખાતામાં સ્વીકારે છે. સાથે જ, દંડની રકમની રસીદ પણ પ્રવાસીને આપવામાં આવે છે. ત્યાર બાદ દંડની રકમ ટિકિટ તપાસનારા અધિકારીઓ દ્વારા રેલવે વિભાગને જમા કરાવી દેવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 11:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK