Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૮ વર્ષની બાળકી બની સાવકા કાકાની હવસનો ભોગ

૮ વર્ષની બાળકી બની સાવકા કાકાની હવસનો ભોગ

Published : 28 July, 2026 08:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાવ માટે ડૉક્ટરને બતાવવા ગયા ત્યારે મામલો બહાર આવ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


શતાબ્દી હૉસ્પિટલમાં રૂટીન હેલ્થ ચેકઅપ માટે ગયેલી ૮ વર્ષની બાળકીની તપાસ દરમ્યાન તેની સાથે તેના જ કાકાએ કુકર્મ કર્યું હોવાનું સામે આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ કાંદિવલી-વેસ્ટમાં રહેતી મહિલાને તેની બાળકીને તાવ અને પેશાબમાં લોહી આવતું હોવાનું જણાતાં શતાબ્દી હૉસ્પિટલમાં ચેકઅપ માટે તેને લઈ ગઈ હતી. ચેકઅપ કરનારા ડૉક્ટરે આ મામલે ગાયનેકોલૉજિસ્ટ પાસે તપાસ કરાવવાનું કહ્યું હતું. ગાયનેકોલૉજિસ્ટે બાળકીની તપાસ કરતાં તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હોવાનું જણાયું હતું. આ બાબતે હૉસ્પિટલના સત્તાવાળાઓએ કાંદિવલી પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદની તપાસમાં બાળકીના કાકા રિન્કુ ગૌડે તેના પર જાતીય અત્યાચાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આપેલી માહિતી મુજબ આરોપી રિન્કુ તેનો સાવકો કાકા છે અને બાળકી તેની સગી મમ્મી અને સાવકા પિતા સાથે રહેતી હતી. આ મામલે પોલીસે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપી રિન્કુ ગૌડની ધરપકડ કરી હતી. તેને ૩૧ જુલાઈ સુધીની પોલીસ-કસ્ટડી ફટકારવા​માં આવી હતી. બાળકીને હૉસ્પિટલમાં દાખલ કરીને તેના પર સર્જરી કરવામાં આવી હતી. હાલ બાળકી હૉસ્પિટલમાં જ સારવાર લઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2026 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK