ભારે આર્થિક સંકડામણ અનુભવી રહેલી ઑનલાઇન એજ્યુકેશન આપતી બાયજુઝ કંપનીએ ખર્ચ ઓછા કરવા પોતાની દેશભરની ઑફિસો બંધ કરી દીધી છે અને કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમ કરવાનું કહી દીધું છે.
બાયજુઝે એની દેશભરની ઑફિસો બંધ કરી : કર્મચારીઓ કરશે વર્ક ફ્રૉમ હોમ
ભારે આર્થિક સંકડામણ અનુભવી રહેલી ઑનલાઇન એજ્યુકેશન આપતી બાયજુઝ કંપનીએ ખર્ચ ઓછા કરવા પોતાની દેશભરની ઑફિસો બંધ કરી દીધી છે અને કર્મચારીઓને વર્ક ફ્રૉમ હોમ કરવાનું કહી દીધું છે. જોકે એણે બૅન્ગલોરના નૉલેજ પાર્કમાં આવેલું હૅડક્વૉર્ટર સાચવી રાખ્યું છે અને એનાં દેશભરમાં ફેલાયેલાં ૩૦૦ જેટલાં ટ્યુશન-સેન્ટર્સ જાળવી રાખ્યાં છે.



