Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલી પોલીસે ચાર હજારમાં બનાવટી પૅન અને આધાર બનાવી આપનારની કરી ધરપકડ

બોરીવલી પોલીસે ચાર હજારમાં બનાવટી પૅન અને આધાર બનાવી આપનારની કરી ધરપકડ

Published : 15 September, 2022 10:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસે આરોપીને રેડ હૅન્ડેડ પકડવા માટે એના પર ૨૫ દિવસ સુધી વૉચ રાખી હતી

બોરીવલી-વેસ્ટના અજંટા સ્ક્વેરમાં સાગર ફોટોકૉપીની દુકાન આવેલી છે (તસવીર : અતુલ કાંબળે)

બોરીવલી-વેસ્ટના અજંટા સ્ક્વેરમાં સાગર ફોટોકૉપીની દુકાન આવેલી છે (તસવીર : અતુલ કાંબળે)


બોરીવલી-વેસ્ટમાં ફોટોકૉપીની દુકાન ચલાવતો એક યુવક ૪૦૦૦ રૂપિયામાં બોગસ આધાર કાર્ડ તૈયાર કરી આપતો હોવાની માહિતી બોરીવલી પોલીસને મળી એ પછી પોલીસે આરોપીને રેડ હૅન્ડેડ પકડવા માટે એના પર ૨૫ દિવસ સુધી વૉચ રાખી હતી. એ પછી એ દુકાનમાં આધાર કાર્ડ બનાવવા માટે એક બનાવટી ગ્રાહકને મોકલ્યો હતો. દુકાનના માલિકે બોગસ આધાર કાર્ડની જ્યારે ડિલિવરી આપી ત્યારે પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીએ આ પહેલાં કેટલા લોકોનાં આધાર કાર્ડ બનાવ્યાં છે એની પૂછપરછ પોલીસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે ‘૨૧ ઑગસ્ટે સૂત્રો પાસેથી અમને માહિતી મળી હતી કે બોરીવલી-વેસ્ટમાં કોર્ટ પાસે અજંતા સ્ક્વેરમાં આવેલી સાગર નામની દુકાનમાં શ્યામ લોખંડે નામનો યુવક બોગસ આધાર કાર્ડ બનાવી આપે છે. એ પછી અમે ઘટનાસ્થળે વૉચ રાખીને એક બોગસ ગ્રાહક શ્યામ લોખંડે પાસે મોકલ્યો હતો. શ્યામે બોગસ આધાર કાર્ડ બનાવવા માટે પહેલાં પૅન કાર્ડ બનાવવું પડશે અને એ પછી જ આધાર કાર્ડ બનાવી આપીશ એમ કહીને ૪૦૦૦ રૂપિયા માગ્યા હતા. એ માટે શ્યામને ૨૫૦૦ રૂપિયા ઍડ્વાન્સ ચૂકવ્યા હતા. એ પછી શ્યામે કોઈ પણ ડૉક્યુમેન્ટ વિના પૅન કાર્ડ અને આધાર કાર્ડની ડિલિવરી ૧૩ સપ્ટેમ્બરે આપતાં પોલીસે રંગેહાથ ઝડપી તેની ધરપકડ કરી હતી.



બોરીવલીના એક પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આરોપીએ આ પહેલાં કેટલા લોકોનાં આધાર કાર્ડ અને પેન કાર્ડ બનાવ્યાં છે એની અમે તપાસ કરી રહ્યા છીએ.


Whatsapp-channel Whatsapp-channel

15 September, 2022 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK