ન્યાયમૂર્તિ ગૌરી ગોડસેએ 7 જુલાઈ, 2025ના બૉમ્બે હાઇ કૉર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પુષ્ટિ કરી કે વિલે પાર્લે પૂર્વના કાંબલી વાડી ક્ષેત્રમાં સ્થિત અનધિકૃત જૈન મંદિરને બીએમસી દ્વારા એમઆરટીપી અધિનિયમ હેઠળ કાયદેસર રીતે તોડવામાં આવ્યો હતો.
જૈન મંદિર (ફાઈલ તસવીર)
ન્યાયમૂર્તિ ગૌરી ગોડસેએ 7 જુલાઈ, 2025ના બૉમ્બે હાઇ કૉર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પુષ્ટિ કરી કે વિલે પાર્લે પૂર્વના કાંબલી વાડી ક્ષેત્રમાં સ્થિત અનધિકૃત જૈન મંદિરને બીએમસી દ્વારા એમઆરટીપી અધિનિયમ હેઠળ કાયદેસર રીતે તોડવામાં આવ્યો હતો. આ નિર્ણયે સહાયક અધિકારી નવનાથ ઘાડગેની કાર્યવાગીને યોગ્ય ઠેરવ્યો.
16 એપ્રિલે કરવામાં આવી હતી કાર્યવાહી
16 એપ્રિલના રોજ કરવામાં આવેલા આ વિધ્વંસ બાદ રાજનૈતિક પ્રતિક્રિયા આવી અને જૈન સમુદાયે વિરોધ પ્રદર્શન કર્યું. પરિણામ સ્વરૂપે, ઘાડગેને તેમના પદ પરથી ખસેડી દેવામાં આવ્યો. જો કે, બૉમ્બે હાઇ કૉર્ટે હવે બીએમસીની કાર્યવાહીને યોગ્ય માન્યું છે. ત્યાર બાદ, બૃહન્મુંબઈ નગર અભિયંતા સંઘે નગર અધિકારી ભૂષણ ગગરાણીને ઘાડગેને કે/પૂર્વ વૉર્ડના સહાયક અધિકારીના પદ પર પુનર્નિયુક્ત કરવાનો આગ્રહ કર્યો છે.
ADVERTISEMENT
તેમણે એ પણ અરજી કરી છે કે વિવાદને કારણે રોકવામાં આવેલી ઉપ મુખ્ય અભિયંતા (સિવિલ)ના પદ પર તેમની પૂર્વમાં સ્વીકૃત પદોન્નતિને પણ મંજૂરી આપવામાં આવે. યૂનિયને આ વાત પર જોર આપ્યું કે ઘાડગેને તેમના પદ પર પુનર્નિયુક્ત કરવાથી તેમના એકાએક ટ્રાન્સફરને કારણે થયેલા અન્યાયને દૂર કરી શકાશે તથા તેમની ગરિમાને જાળવીને રાખી શકાશે.
નોંધનીય છે કે જૈન મંદિરના વિધ્વંસ બાદ કૉર્ટે કામચલાઉ શેડ બાંધવાની પરવાનગી આપી હતી. જેમાં વરસાદની ઋતુ દરમ્યાન પૂજાસ્થળ સુરક્ષિત રહે અને ભક્તો માટે દર્શન સરળ બને એ માટે એક શેડ બનાવવામાં આવી રહ્યો છે. આ બાંધકામના સ્થળેથી ધાર્મિક કાર્યક્રમો નિયમિત ચાલુ રહી શકશે તેવો નિર્ણય આપવામાં આવ્યો.
આ આદેશ બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના K-પૂર્વ વિભાગ દ્વારા શેડના બાંધકામ માટે તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું છે. વરસાદની ઋતુ દરમ્યાન પૂજાસ્થળ સુરક્ષિત રહે અને ભક્તો માટે દર્શન સરળ બને એ માટે એક શેડ બનાવવામાં આવી રહ્યો છે. આ બાંધકામના સ્થળેથી ધાર્મિક કાર્યક્રમો નિયમિત ચાલુ રહી શકશે. આ શેડ માત્ર એક રક્ષણાત્મક પગલું જ નહીં, જૈન સમુદાયની શ્રદ્ધા અને લાગણીઓનું રક્ષણ કરવાનો પણ એક મહત્ત્વપૂર્ણ ભાગ હશે. આ પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને રાજ્યના કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાના પ્રયાસો એમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના હસ્તક્ષેપ અને સતત ફૉલો-અપને કારણે જ જૈન સમુદાય માટે સકારાત્મક બાબતો બની રહી છે. થોડા દિવસ પહેલાં આ સ્થળે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, જેને કારણે સ્થાનિક જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. જોકે તેમણે શાંતિથી પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
મંગલ પ્રભાત લોઢાએ આ નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ‘આ ફક્ત ધાર્મિક શ્રદ્ધાનો મામલો નથી, પરંતુ જાહેર આસ્થાના વિજયની નિશાની છે. અમે જૈન ભાઈઓની લાગણીઓનો આદર કર્યો છે અને તેમના પડખે ઊભા રહ્યા છીએ. આ નિર્ણય તેમની શ્રદ્ધાને સમર્થન આપે છે.’
કોર્ટના આ નિર્ણયથી વિલે પાર્લે-ઈસ્ટના જૈન સમુદાય અને સ્થાનિક નાગરિકોમાં સંતોષની ભાવના આવી છે અને શ્રદ્ધા તથા ન્યાય વચ્ચે સંતુલન જાળવવાનું એક સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

